Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીર : ત્રણ ખતરનાક ત્રાસવાદી મોતને ઘાટ ઉતારાયા

જમ્મુ કાશ્મીરમાં સેના અને પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. કારણ કે કાજીગુંડમાં ભીષણ અથડામણમાં ત્રણ ખતરનાક ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. કાજીગુંડમાં બાતમી મળ્યા બાદ સેના, ઓસઓજી અને સીઆરપીએફના જવાનોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમાં ત્રણ ત્રાસવાદીઓ ઠાર થયા હતા. ઠાર થયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારો કબજે કરવામાં આવ્યા હતા. માર્યા ગયેલા તમામ ત્રણેય ત્રાસવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે. ઠાર થયેલા ત્રાસવાદીઓ પુરકાન, યાવર બસીર અને અબુ માવિયાનો સમાવેશ થાય છે. ફુરકાન લશ્કરે તોયબાનો કમાન્ડર તરીકે હતો. જ્યારે બીજી બાજુ યાવર બસીર સ્થાનિક ત્રાસવાદી હતો. અબુ માવિયા પાકિસ્તાની ત્રાસવાદી હોવાની માહિતી સપાટી પર આવી છે. ડીજીપી એસપી વૈદ્યે માહિતી આપતા કહ્યુ છે કે ફુરકાન, બસીર અને અબુ માવિયા અમરનાથ પર કરવામાં આવેલા હુમલામાં સામેલ હતા. અથડામણ દરમિયાન એક ત્રાસવાદી ભાગી ગયો હતો. જેને મોડેથી અનંતનાગ જિલ્લામાંથી પોલીસે પકડી પાડ્યો છે. ત્રણેય ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ અનંતનાગમાં થ્રીજી અને ટુજી સેવા બંધ કરવામાં આવી છે. આ વર્ષે જુલાઇ મહિનામાં અનંતનાગ જિલ્લાના બાનટિંગુમાં બે જુદી જુદી જગ્યાએ અમરનાથના શ્રદ્ધાળુઓને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. સાથે સાથે સુરક્ષા જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં આઠ અમરનાથ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. સાથે સાથે ૧૯ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. અધિકારીઓએ કહ્યુ છે કે ઠાર થયેલા ત્રાસવાદીઓની પાસેથી હથિયારો મળ્યા છે. ફરકાન લસ્કરે તોયબોનો ડિવીઝનલ કમાન્ડર હતો. તે પાકિસ્તાનનો નાગરિક હતો. ફુરકાનને પૂર્વ કમાન્ડર અબુ ઇસ્માઇલને મોતને ઘાટ ઉતારી દીધા બાદ લશ્કરે તોયબાની મુખ્ય જવાબદારી સોંપવામાં આવી હતી. ત્રાસવાદીઓ સાથે અથડામણ દરમિયાન મંટી સંખ્યામાં સુરક્ષા જવાનોની તૈનાતી કરવામાં આવી હતી. સાથે સાથે અથડામણ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર-જમ્મુ રાજમાર્ગ પર વાહનોની અવરજવરને રોકી દેવામાં આવી હતી. આ અગાઉ ત્રાસવાદીઓએ શ્રીનગરથી જમ્મુ જઇ રહેલા સેનાના કાફલા પર હુમલો કરી દીધો હતો. આ હુમલા બાદ ત્રાસવાદીઓ નજીકની એક ઇમારતમાં છુપાઇ ગયા હતા. આ હુમલા બાદ સેનાએ આ વિસ્તારને ઘેરી લઇન ે ઓપરેશન કર્યુ હતુ.

Related posts

रेलवे : ट्रैक मेनटेनेंस पर हर महीने १० अरब का खर्च होगा

aapnugujarat

मैं संवैधानिक सिद्धांतों के अनुसार अपनी जिम्मेदारी निभाऊंगा : कर्नाटक स्पीकर

aapnugujarat

જૂલાઈમાં રાષ્ટ્‌પતિની ચુંટણી યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1