Aapnu Gujarat
રાષ્ટ્રીય

જૂલાઈમાં રાષ્ટ્‌પતિની ચુંટણી યોજાશે

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતનું મૂલ્ય અન્ય ચૂંટણી કરતા અલગ હોય છે. રાજ્યોના ધારાસભ્યોના મતના મૂલ્યના આધારે સાંસદોના મતની કિંમત નક્કી થતી હોય છે. આ વખતે સાંસદોના મતનું મૂલ્ય ઘટવાનું કારણ છે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા. રાજ્યની વિધાનસભા ભંગ થવાથી મતના મૂલ્ય પર અસર થઈ છે. જમ્મુ અને કાશ્મીરમાં હજુ પણ વિધાનસભા કાર્યરત નથી. જમ્મુ અને કાશ્મીરની વાત કરીએ તો અહીંના વિધાયકના મતનું મૂલ્ય ૭૨ છે. રાજ્યની વિધાનસભામાં ૮૭ સભ્યો હોય છે. આથી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ૮૭ ધારાસભ્યોના મતનું મૂલ્ય ૬૨૬૪ થાય છે. એ રીતે જાે દેશની અન્ય તમામ વિધાનસભાઓના મતોનું મૂલ્ય કરીએ તો હાલ ૫,૪૯,૪૯૫ થાય છે પરંતુ તેમાંથી જમ્મુ અને કાશ્મીર વિધાનસભાના મતનું મૂલ્ય બાદ થઈ જશે. આથી આ વખતે મતનું કુલ મૂલ્ય ૫,૪૩,૨૩૧ રહેશે. ચૂંટણીમાં સાંસદોના મતનું મૂલ્ય વિધાનસભાના કુલ મત મૂલ્યથી કાઢવામાં આવતું હોય છે. દાખલા તરીકે સંસદના નીચલા ગૃહ લોકસભા અને ઉપલા ગૃહ રાજ્યસભાના કુલ ૭૭૬ સાંસદો છે. કુલ મૂલ્ય ૫,૪૯,૪૯૫ ને સાંસદોની સંખ્યાથી ભાગવામાં આવે તો મતનું મૂલ્ય ૭૦૮ થાય. પરંતુ આ વખતે કુલ મૂલ્ય ઘટીને ૫,૪૩,૨૩૧ થતા હવે મત મૂલ્ય ૭૦૦ રહેશે. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા હાલ કાર્યરત ન હોવાથી રાજ્યસભાની ત્યાંથી ચાર બેઠકો પણ ખાલી છે. જેની અસર રાષ્ટ્રપતિ ચૂંટણી પર પડશે. એટલે કે મતનું મૂલ્ય ૨૮૦૦ ઘટી જશે. અત્રે જણાવવાનું કે ૨૦૧૯માં જ્યારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની જાેગવાઈઓ હટાવવામાં આવી અને રાજ્યના બે ભાગ કરાયા ત્યારે જમ્મુ કાશ્મીર પુર્નગઠન અધિનિયમ મુજબ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા રહેશે જ્યારે લદાખ પર સીધુ કેન્દ્રનું જ શાસન હશે. હાલમાં જ જમ્મુ અને કાશ્મીર માટે બનાવવામાં આવેલા પરિસીમન આયોગે ૯૦ સભ્યની વિધાનસભાની ભલામણ કરી છે. પરંતુ હજુ તેમાં સમય લાગી શકે છે. એ જાેતા હવે આ રાજ્યના વિધાનસભા સભ્ય રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં. કોઈ રાજ્યના વિધાનસભાના વિધાયક રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ ન લઈ શકે તેવું આ પહેલીવાર નથી બન્યું. આ અગાઉ ગુજરાતમાં પણ થયું હતું. ૧૯૭૪માં નવનિર્માણ આંદોલન બાદ ૧૮૨ સભ્યોવાળી ગુજરાત વિધાનસભાને માર્ચમાં ભંગ કરાઈ હતી. તે સમયે પણ રાષ્ટ્રપતિ ચૂંટણી વખતે વિધાનસભા નવેસરથી રચાઈ નહતી જેના કારણે સભ્યો ચૂંટણીમાં ભાગ લઈ શક્યા નહતા. તે સમયે નવા રાષ્ટ્રપતિ તરીકે ફકરુદ્દીન અલી અહેમદ ચૂંટાઈ આવ્યા હતા. જાે કે જમ્મુ અને કાશ્મીરના લોકસભા સાંસદો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ પૂરો થવાની તૈયારી છે ત્યારે નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે જાેરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જુલાઈમાં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે એક અપડેટ એ છે કે હવે સાંસદોના મતનું મૂલ્ય જે પહેલા ૭૦૮ હતું તે ઘટીને ૭૦૦ થઈ જશે.

Related posts

भंडारा के अस्पताल में दर्दनाक हादसा, 10 नवजात बच्चों की मौत

editor

રામ મંદિર ના બન્યું તો દેશમાં વિદ્રોહ થઈ શકેઃ રામદેવ

aapnugujarat

आजम खान की यूनिवर्सिटी पर लगा ३.२७ करोड़ जुर्माना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1