Aapnu Gujarat
ગુજરાત

રવિયાણા ગામના યુવકે પાણીપુરીનું એટીએમ મશીન બનાવ્યું

કોરોના મહામારી વચ્ચે કાંકરેજ તાલુકાના રવીયાણા ગામના યુવાને પાણીપુરીનું આધુનિક ટેક્નોલોજીવાળું મશીન બનાવ્યુ છે જેમાં એટીએમ મશીનની માફક સુવિધાઓ હોવાનું સામે આવ્યું છે. પૈસા નાંખતાથી સાથે જ પાણીપુરી બહાર આવતી હોય સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સ સહિતની અનેક કાળજીઓનું પાલન થતું હોવાનું સામે આવ્યું છે.
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના રવિયાણા ગામના ભરત પ્રજાપતિ નામના યુવકે પાણીપુરીના વ્યવસાયમાં આમૂલ પરિવર્તન કરતી મશીનરી ઉભી કરી છે. લારીઓ પર પાણીપુરી બનાવીને આપતાં ધંધાર્થીઓની હરીફાઇમાં નવી ટેક્નોલોજીનું સર્જન કર્યુ છે. ભરત પ્રજાપતિ નામના યુવકે ધોરણ-૧૦ સુધી અભ્યાસ કરી વ્યવસાયમાં મગજ દોડાવી રાખ્યુ છે જેમાં કોરોના મહામારી વચ્ચે પૈસા નાંખો અને પાણીપુરી ખાઓ તે પધ્ધતિએ મશીન બનાવ્યું છે જેમાં એટીએમની જેમ કાર્ડને બદલે પૈસા નાંખીએ તો પાણીપુરી બહાર આવે છે જેનાથી સ્વચ્છતાનો સૌથી મોટો લાભ મળે છે તેમ ભરત પ્રજાપતિએ જણાવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

वडोदरा के ५ लाख लोगों को आगामी ५ दिन पानी से वंचित रहना पड़ेगा

aapnugujarat

पीएम मोदी की गुजरात को कई सौगात

editor

પંચાયત તલાટીઓની પગાર વિસંગતા દૂર કરવાનો નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1