Aapnu Gujarat
રમતગમત

રિયુએ પોતાના નામે કર્યો કોરિયા ઓપન,15 કરોડ ની ઇનામી રાશિ રાહત ફંડમાં દાન કરી દીધી

વિશ્વની ભૂતપૂર્વ પ્રથમ મહિલા ગોલ્ફ ખેલાડી અને બે વખતની મેજર ચેમ્પિયન સૂ ઇયોન રિયુએ કોરિયા ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટ જીત્યા બાદ, તેમાં મળેલી ઈનામી રાશિ $ 200,000 એટલે 15 લાખ રૂપિયા કોરોના વાયરસ ના રાહત ફંડ માં દાન માં આપી દીધા છે.કોવિડ -19 રોગચાળાને ને લીધે છેલ્લા ચાર મહિનામાં રીયુની આ પ્રથમ ટૂર્નામેન્ટ છે.રીયુએ છેલ્લા રાઉન્ડમાં 72-ઇવન કાર્ડ રમ્યું હતું.જેમાં તેણે બીજા ટોપ ગોલ્ફર હિયો જૂ કિમને એક શોટથી હરાવી હતી.

2018 માં જાપાન ઓપન પછી રિયુનું આ પ્રથમ ટાઇટલ છે. કોરિયા મહિલા પીજીએમાં 2015 બાદ તેની આ પ્રથમ જીત છે. ગયા વર્ષે નવેમ્બરમાં ફ્લોરિડામાં
એલપીજીએ ટૂર ની ફાઇનલમાં જીત મેળવનાર સેઇ યંગ કિમ તેના અંતિમ નવ હોલ ના પહેલા એક શોટ થી આગળ હતી, પરંતુ ત્રણ બોગીઝને કારણે સંયુક્ત ચોથા સ્થાને આવી ને સંતુષ્ટ થવું પડ્યું હતું . મહિલા ગોલ્ફની નંબર વન ખેલાડી જિન યાંક ગો છઠ્ઠા સ્થાને રહી હતી.

Related posts

ટી-૨૦માં સૌથી વધુ વાર નોટ આઉટ રહેવાનો ધોનીનો રેકોર્ડ

aapnugujarat

શ્રીલંકા પ્રવાસ દરમિયાન શાકિબ પુનરાગમન કરે તેવી સંભાવના

editor

आईपीएल दुनिया का सर्वश्रेष्ठ टूर्नामेंट : गांगुली

editor

Leave a Comment

UA-96247877-1