Aapnu Gujarat
રમતગમત

ટી-૨૦માં સૌથી વધુ વાર નોટ આઉટ રહેવાનો ધોનીનો રેકોર્ડ

ક્રિકેટમાં અસલી ફિનિશર એ હોય છે જે અણનમ રહીને પોતાની ટીમની જીત પાકી કરે છે અને આ મામલામાં જો કોઇ પ્લેયરનું નામ લોકોના દિલોદિમાગમાં સૌથી ઉપર આવે છે તો તે નામ એકમાત્ર મહેન્દ્રસિંહ ધોનીનું છે. આજના સમયમાં પણ ધોની બેસ્ટ ફિનિશર તરીકે છે. આને લઇને કોઇને પણ કોઇ શંકા નથી. ધોનીએ વધુ એક રેકોર્ડ આજે પોતાના નામ ઉપર કરી લીધો હતો. ટી-૨૦માં સૌથી વધારે નોટઆઉટ રહેવાનો રેકોર્ડ આજે ધોનીએ પોતાના નામ ઉપર કર્યો હતો. ધોની ટી-૨૦ મેચમાં સૌથી વધુ ૧૦૬ વખત નોટઆઉટ રહ્યો છે. આની સાથે જ ટી-૨૦ના ઇતિહાસમાં સૌથી વધારે નોટઆઉટ રહેવાના વેસ્ટઇન્ડિઝના બેટ્‌સમેન પોલાર્ડનો રેકોર્ડ તુટી ગયો છે. પોલાર્ડ ૧૦૫ વખત આઉટ થયા વગર પેવેલિયનમાં પરત ફર્યો છે પરંતુ બંનેના મેચોની સંખ્યા જોવામાં આવે તો ધોની આ કેરેબિયન બેટ્‌સમેન કરતા ખુબ આગળ છે. પોલાર્ડે ૪૨૦ મેચોમાં ૧૦૫ વખત નોટઆઉટની ઇનિંગ્સ રમી છે જ્યારે ધોનીએ માત્ર ૨૮૯ મેચોમાં ૧૦૬ વખત નોટઆઉટ રહેવાનો રેકોર્ડ કર્યો છે. ધોનીએ આજે આ મેચમાં સનરાઈઝ સામે સિદ્ધિ હાસલ કરી હતી. આજે જીત મેળવીને આઈપીએલમાં પ્લેઓફમાં પોતાની જગ્યા પાકી કરી હતી. પોલાર્ડના રેકોર્ડને પણ ચેન્નાઈએ તોડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝ હૈદરાબાદે ચાર વિકેટે ૧૭૯ રન કર્યા હતા જેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગે બે વિકેટે ૧૮૦ રન બનાવીને મેચ જીતી લીધી હતી. ચેન્નાઈ સુપર તરફથી શેન વોટસને ૩૫ બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૫૭ રન કર્યા હતા જ્યારે રાયડુ સાત ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી ૬૨ બોલમાં ૧૦૦ રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. ધોની ૨૦ રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. ધોનીએ એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૪ બોલમાં આ રન બનાવ્યા હતા.

Related posts

ટ્‌વેન્ટી મેચમાં ન્યુઝીલેન્ડ પર ઇંગ્લેન્ડની બે રને રોચક જીત

aapnugujarat

उमेश यादव सीरीज से बाहर

editor

शोएब मलिक ने रचा इतिहास, टी-20 में पूरे किए 10,000 रन

editor

Leave a Comment

UA-96247877-1