Aapnu Gujarat
ગુજરાત

ડાન્સ ટીચર દ્વારા સગીરા સાથે શારીરિક છેડતી કરાઈ

શહેરના નારોલ વિસ્તારમાં એક ડાન્સ ટીચર દ્વારા ૧૨ વર્ષની એક સગીરાને ડાન્સ શીખવાડવાના બહાને શારીરિક અડપલાં અને જાતીય સતામણી કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સગીરા તરફથી ડાન્સ ટીચરની આ હરકત અંગે ઘેર જાણ કરવામાં આવતાં આખરે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
આ અંગેની ફરિયાદના આધારે પોલીસે આરોપી ડાન્સ ટીચરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નારોલ વિસ્તારમાં આવેલા આર.જે.ડાન્સ એકેડમીમાં એક સ્થાનિક ૧૨ વર્ષીય સગીરા ડાન્સ શીખવા આવતી હતી, ડાન્સ એકેડમીના ડાન્સ ટીચર દ્વારા સગીરા પર નજર બગાડવામાં આવી હતી અને તેને ડાન્સ શીખવવાના બહાને તેણીની સાથે શારીરિક અડપલાં અને જાતીય સતામણી કરવામાં આવી હતી. સગીરા ડાન્સ ટીચરની આ હરકતથી નારાજ થઇ હતી અને બાદમાં ઘેર પોતાની માતાને સમગ્ર ઘટના અંગે વાત કરી દીધી હતી. જેથી ડાન્સ ટીચરની આ કરતૂતનો સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ૧૨ વર્ષીય સગીરા સાથે શારીરિક અડપલાંની ફરિયાદના પ્રકરણમાં પોલીસે આરોપી ડાન્સ ટીચરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ડાન્સ એકેડમીના અન્ય વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં પણ ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.

Related posts

अमराईवाडी में १०० वर्ष पुराना मकान धराशायी : दो की मौत

aapnugujarat

कांकरिया जलधारा वोटरपार्क की अवधि बढ़ाने की तीन महीने के लिए प्रस्ताव स्थगित रखने का निर्णय

aapnugujarat

સરગાસણમાં SC સમુદાયના વ્યક્તિને ફ્લેટ વેચવાનો ઈન્કાર કરનારા બિલ્ડર સામે FIR

aapnugujarat

Leave a Comment

UA-96247877-1