Aapnu Gujarat
રમતગમત

750 વિકેટ લેનાર રાજીંદર ગોયલનું 77 વર્ષની ઉંમરે અવસાન

ક્રિકેટ ના ભગવાન ગણાતા એવા સચિન તેંડુલકર અને ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ના પ્રમુખ સૌરવ ગાંગુલી સહિતના બીજા ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ ઘરેલુ ક્રિકેટ ના દિગ્ગજ રાજેન્દર ગોયલના નિધન પર શોક ની લાગણી વ્યક્ત કરી હતી.અને તેમને તેમની કલામાં માસ્ટર ગણાવ્યા હતા. ડાબોડી સ્પિનર ​​ગોયલનું રવિવારે ઉમર ને સંબંધિત કેટલીક બિમારીઓને કારણે નિધન થયું હતું.તેમની ઉંમર 77 વર્ષ ની હતી. તેમના પરિવાર માં પત્ની અને પુત્ર છે.પુત્ર નીતિન ગોયલ જે પોતે ફર્સ્ટ કલાસ ક્રિકેટર અને ઘરેલુ મેચ મા મેચ રેફરી તરીકે ફરજ બજાવે છે.

તમને જણાવી દઈએ કે , તેમના નિધન બાદ તેંડુલકરે ટ્વિટ કર્યું હતું કે, “રાજેન્દર ગોયલના મોતની વાત સાંભળીને હું ઘણો દુ:ખી છું.”તેઓ ભારતીય ઘરેલું ક્રિકેટના મહાન ખેલાડી હતા જેમણે રણજી ટ્રોફીમાં 600 થી વધુ વિકેટ લીધી હતી. હું તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.

ભારતના ચીફ કોચ રવિ શાસ્ત્રીએ તેના ટ્વિટર પેજ પર લખ્યું હતુ કે, ‘હું રાજેન્દર ગોયલજીની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. તે તેમની કળા ના માસ્ટર હતા. તેની લાઇન અને લેંથ ખૂબ સારી હતી. તે ખૂબ જ સારા વ્યક્તિ હતા. ”ગોયલે તેમના જીવનમાં ક્યારેય ગમે તે વિશે ફરિયાદ નહોતી કરી અને બેદીએ પણ તેમને સંતોષી વ્યક્તિ કહ્યા છે.

ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે ટ્વિટર પર લખ્યું કે, રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર રાજેન્દર ગોયલના અવસાનથી હું ખૂબ દુ:ખી છું. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી હૃદયપૂર્વક સંવેદના. “ગાંગુલીએ બીસીસીઆઈના એક નિવેદનમાં કહ્યું હતું કે” ભારતીય ક્રિકેટ સમુદાય ઘરેલું ક્રિકેટની પ્રતિષ્ઠા ગુમાવી ચૂક્યો છે. તેમના ઉત્તમ રેકોર્ડ્સ તે તેમની કલામાં કેટલા પારંગત હતા તેની સાક્ષી પુરે છે.તેમની કારકિર્દી 25 વર્ષથી વધુ સમય સુધી ચાલી હતી અને તેમણે સતત સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું હતું.જેનાથી આ રમત પ્રત્યે તેમનુ સમર્પણ અને સમ્માન બતાવે છે.

Related posts

પાકિસ્તાની ક્રિકેટર ફવાદ આલમનો દેશ છોડવા નિર્ણય

aapnugujarat

India Tour Of England : ઈજાગ્રસ્ત ગિલ પરત ફરશે

editor

हमें खराब फील्डिंग का खामियाजा भुगतना पड़ा: कप्तान मॉर्गन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1