Aapnu Gujarat
મનોરંજન

સુબ્રત દત્તાની આવનારી વેબ સિરીઝ લાલ બઝાર સચ્ચાંઈ અને બુરાઈના સંઘર્ષ પર આધારિત

‘તલાશ’ (2012), ‘ધ શૌકિન્સ’ (2014) જેવી ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા સુબ્રત દત્તા,તેના આવનારા વેબ શો ‘લાલ બજાર’ માં મહત્વની ભૂમિકા અદા કરવા જઈ રહ્યો છે. આ સિરીઝમાં તેના પાત્ર વિશે વાત કરતાં તેણે કહ્યું કે, હું પોલીસની ભૂમિકામાં છું. વાર્તામાં ઘણા જોરદાર ટ્વિસ્ટ છે અને હું તેમાં એક મહત્વપૂર્ણ પાત્ર છું.સીઝન 2 માં આના બીજા રહસ્યો ખોલવામાં આવશે. વાર્તા વિશે જાણવા માટે 1 સીઝન જોવી જરૂરી છે. તેમાં પોલીસ ની કામગીરીની પ્રક્રિયા વાસ્તવિક રીતે બતાવવામાં આવી છે. ”લાલબજારના ટ્રેલરમાં અભિનેતા અજય દેવગણે પોતાનો અવાજ આપ્યો છે.

સુબ્રતા એ જણાવ્યું કે, ” તેની સ્ક્રિપ્ટ ઘણી સારી છે. આ જ કારણ છે કે અજય દેવગન તેમાં જોડાયો છે. મેં અજય સાથે જમીનમાં કામ કર્યું છે. આ પ્રોજેક્ટમાં તેનું સામેલ થવું એ એક અગત્ય ની વાત છે. તેમાં વ્યક્તિગત સંબંધો, ડાર્ક ઝોન્સ, રહસ્યો, સાહસો જેવા વિવિધ ટ્વિસ્ટ છે. આ સચ્ચાંઈ અને બુરાઈ વચ્ચેના સંઘર્ષની વાર્તા છે. ”આ શો કોલકાતા પોલીસના મુખ્ય મથક લાલ બજારમાં કાર્યરત અધિકારીઓના જીવન પર આધારિત છે. તે હિન્દી અને બંગાળી ભાષાઓમાં બનાવવામાં આવી છે.

Related posts

राजकुमार राव हॉरर-कॉमिडी फिल्म ‘रूह-अफजा’ में दिखेंगे

aapnugujarat

સની લિયોનને મજરાતી કાર પસંદ છે

aapnugujarat

બોલિવુડમાં એન્ટ્રી કરવાની યોજના ન હતી : જેક્લીન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1