Aapnu Gujarat
ગુજરાત

નસવાડી પોલીસે દારૂ ઝડપ્યો

નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના પીએસઆઈ જી.બી.ભરવાડ તથા બોડેલી સી.પી.આઇ આર.કે.રાઠવા પેટ્રોલિંગમાં હતાં તે દરમ્યાન રતનપુરા કેનાલ ઉપર સામેથી એક મોપેડ ઉપર બે શખ્સો જણાઈ આવતા મોપેડ સવારે પોલીસની ગાડી જોઇ તેઓ મોપેડ વળાવી ભાગવા લાગ્યા હતા જેથી પોલીસે પીછો કરતા મોપેડ રતનપુરા માઇનોર કેનાલ પાસે ફેંકી જાળી જાખરામાં ભાગી ગયા હતા. મોપેડની તપાસતા કરતાં તે હોન્ડા કંપનીની એવિએટર ગાડી જેનો નંબર જીજે૦૬એલપી૧૯૮૨ હોવાનું માલૂમ પડ્યું હતું, મોપેડ પરના થેલા ચેક કરતા ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની કુલ બોટલો નંગ ૬૮ કે જેની કિંમત રૂ.૨૯,૯૨૦ મળી આવ્યો હતો. પોલીસે મોપેડ પણ કબેજ કરી લીધું છે.
(અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

editor

૧૪૪૪ મેગાવોટ સોલાર રૂફટોપ સિસ્ટમની સ્થાપના સાથે ગુજરાત દેશમાં પ્રથમ

editor

एडमिशन की लालच देकर ठग ने ६ लाख रुपये वसूले

aapnugujarat

Leave a Comment

UA-96247877-1