Aapnu Gujarat
ગુજરાત

મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

રાજ્ય સરકાર દ્વારા આગામી ૧ ઓગસ્ટ ૨૦૨૧ થી ૯ ઓગસ્ટ ૨૦૨૧ દરમિયાન “સુશાસનના પાંચ વર્ષ” નિમિત્તે રાજ્યના વિવિધ સ્થળોએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાનારા વિવિધ કાર્યક્રમ સંદર્ભે જિલ્લા પ્રભારીમંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની આગેવાની હેઠળ રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, આ પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ લોકોપયોગી યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓથી છેવાડાના માનવી અવગત થાય અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાકીય જાણકારી ગ્રામ્ય વિસ્તારના લોકોને મળી રહે તેવા હેતુથી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ નવ દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

આ બેઠકમાં મંત્રીશ્રીએ જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોની વિગતવાર માહિતી મેળવી સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે સુચના આપી હતીઆ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી એ.કે.ઔરંગાબાદકરે જિલ્લામાં ૧ થી૯ ઓગસ્ટ દરમિયાન યોજાનાર વિવિધ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ નવ દિવસ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે. જેમાં તા.૦૧ ઓગસ્ટના રોજ જ્ઞાન શક્તિ દિવસ, તા.૦૨ ઓગસ્ટના રોજ સંવેદના દિવસ, તા.૦૩ ઓગસ્ટના રોજ અન્નોત્સવ દિવસ, તા.૦૪ ઓગસ્ટના રોજ નારી ગૌરવ દિવસ, તા.૦૫ ઓગસ્ટના રોજ કિશાન સન્માન દિવસ, તા.૦૬ ઓગસ્ટના રોજ રોજગાર દિવસ, તા.૦૭ ઓગસ્ટના રોજ વિકાસ દિવસ, તા.૦૮ ઓગસ્ટના રોજ શહેરી જન સુખાકારી દિવસ તથા તા.૦૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.

આ બેઠકમાં ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ અને કિરીટસિંહ રાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન.કે.ગવ્હાણે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, અગ્રણીશ્રી જગદીશભાઈ મકવાણા તેમજ નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.ઝાલા સહીત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થીત રહ્યા હતા.

Related posts

ગૌવંશ ચોરી કરી કતલખાને ધકેલવાના કાંડમાં બે પકડાયા

aapnugujarat

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્થળ કેવડિયા કોલોની ખાતે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો

aapnugujarat

એમ.જે.લાયબ્રેરીનું કુલ ૧૧.૩૬ કરોડનું બજેટ મંજૂર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1