Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

મહિલાનું મોં બન્યું આશ્ચર્યનો વિષય, ગિનીસ રેકોર્ડમા સ્થાન

વિશ્વભરમાં એવા  ઘણા વિચિત્ર કિસ્સાઓ બન્યા છે, જ્યારે લોકોએ તેમના અનન્ય કારનામાથી સહુને આશ્ચર્યચકિત કર્યા હોય. હા, આવો જ પરાક્રમ એક મહિલાએ કર્યો છે. અમેરિકાના કનેક્ટિકટની 31 વર્ષીય સામન્થા રેમ્સડેલે મોટું મોં ખોલવા બદલ ગિનીસ વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ જીત્યો છે. 31 વર્ષીય સામન્થા રેમ્સડેલ ઘણી વખત સોશિયલ મીડિયા પર આશ્ચર્ય નો વિષય રહી છે.  આ મહિલાના નામે વિશ્વનું સૌથી મોટું મોંના કદ નો રેકોર્ડ છે. સામન્થાએ તેના મોંના કદનો વીડિયો બનાવીને ઇન્ટરનેટ પર પોસ્ટ કર્યો હતો. આ વિડીયો દ્વારા, તેણે વિશ્વમાં સૌથી મોટુ મો ધરાવતી મહિલા  તરીકે ગિનીસ રેકોર્ડસ્થાન બનાવ્યું છે. જ્યારે ગિનેસ અધિકારીએ તેના મોંમાં અંતર માપ્યું, તો તેનું મો 2.56 ઇંચ હતું.  સામંથાએ કહ્યું કે પહેલા લોકો મારા મોટા મો ની મજાક ઉડાવતા હતા, પરંતુ જ્યારે તેના કારણે ગિનીઝમાં મારું નામ નોધાયું છે, તે હવે મારા માટે ગૌરવની વાત છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ મુજબ સોશિયલ મીડિયા પર બનેલા ઘણા વિડીયો, રેમ્સડેલના ટિકટોક પર 1.7 મિલિયન ફોલોઅર્સ છે.સામંથાએ કહ્યું, ‘મને મારા મો પર ગર્વ છે જે મને સામાન્ય લોકોથી અલગ બનાવે છે. 

Related posts

ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું

editor

चीन में भूकंप के तेज झटके

aapnugujarat

US Prez Biden withdraws move to rescind work authorization for H-1B spouses

editor

Leave a Comment

UA-96247877-1