Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરના ભંડારિયાથી વધુ એક દીપડો પાંજરે પુરાયો

સુરેશ ત્રિવેદી, ભાવનગર

  ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના કાંઠા વિસ્તારમાં દીપડાઓની રંજાડ ને લઈને સ્થાનિકો પરેશાન થયા હતા અને ફોરેસ્ટ વિભાગને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારબાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા અને ભંડારીયા ગામમાં દીપડાએ બાળકીને ફાડી ખાધી હતી. તેમજ યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના પગલે ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો હતો. ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા થોડા દિવસ પહેલા  બે દીપડાને પાંજરે પૂરાયા હતા. ત્યારે આજે વધુ એક દીપડો પાંજરે પુરાયો જેમાં ફોરેસ્ટ વિભાગના DCF મેડમ,રેન્જ ફોરેસ્ટર બારીયાભાઈ,ચૌધરીભાઈ, રૂસ્તમભાઈ,ચાવડાભાઈ,ભંમરભાઈ સહિત સ્ટાફ દ્વારા દિનરાત મેહનત કરવામાં આવી. દીપડાને પાંજરે પુરાયો ત્યારે સ્થાનિક આગેવાનો મુન્નાભાઈ કામળિયા અને હરેશભાઈ કામરીયા તેમજ સરપંચ જેતુંભાઈ કામળિયા દ્વારા ફોરેસ્ટ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધા હતા.

Related posts

બાટલા હાઉસ એન્કાઉન્ટર બાદ ફરાર થયેલા જુનૈદને ક્રાઇમ બ્રાન્ચ તપાસ માટે અમદાવાદ લાવી શકે છે

aapnugujarat

रेरा के तहत रजिस्ट्रेशन की अवधि बढ़ने की संभावना

aapnugujarat

આરોગ્ય વિભાગના અધિકારીઓ કોરોના ગાઇડલાઇન્સની ઐસી કી તૈસી કરી

editor

Leave a Comment

UA-96247877-1