Aapnu Gujarat
ગુજરાત

ગૌવંશ ચોરી કરી કતલખાને ધકેલવાના કાંડમાં બે પકડાયા

અમદાવાદ શહેર સહિત રાજયભરમાંથી ગાયો, ભેંસ, બળદ અને વાછરડાની ચોરી કરી કતલખાનાઓ વેચી મારવાના પ્રકરણમાં એક મહત્વપૂર્ણ ઓપરેશનમાં શહેર ક્રાઇમ બ્રાંચે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી ઝુબેર જુમ્મા મેવ અને યાસીન ઉર્ફે હલવા કુરેશી અન્ય આરોપીઓના મેળાપીપણામાં ગૌવંશની ચોરી કરી તેની હેરાફેરી કરી તેને કતલખાને ધકેલી દેવાનું કૌભાંડ ચલાવતા હતા. જો કે, ક્રાઇમબ્રાંચે એક મહત્વપૂર્ણ સફળતામાં બંને આરોપીઓને ઝડપી લઇ આ સમગ્ર કૌભાંડમાં વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઇમબ્રાંચે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી છે. શહેર ક્રાઇમબ્રાંચે ચોક્કસ બાતમીના આધારે આરોપી ઝુબેર જુમ્મા નુરમહંમદ મેવ(ઉ.વ.૨૬)(હાલ રહે.જહાંગીરની ચાલી, ખાનવાડી, રામોલ રોડ, અમદાવાદ અને મૂળ વતનઃ અડ્‌બર, તા.નુહુ, જિ.મેવાત, હરિયાણા) અને આરોપી યાસીન ઉર્ફે હલવા અબ્દુલમુનાફ કુરેશી(ઉ.વ.૩૫)(રહે.મોરકસ વાડના નાકે, એઇસી કંપનીની આગળ, મીરઝાપુર)ને આજે ઝડપી લીધા હતા. ક્રાઇમબ્રાંચની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આરોપી ઝુબેર જુમ્મા મેવને ગોધરાના સીગ્નલ ફળિયામાં રહેતાં મુઝફ્ફર દાઉ ભુરિયા સાથે ઓળખાણ થઇ હતી અને તેથી તે કતલખાના માટે પશુઓની હેરાફેરી કરવાના ગુનાહીત પ્રવૃત્તિ માટે અમદાવાદ રહેવા આવી ગયો હતો. તે ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી પશુઓની હેરાફેરી કરી મુઝફ્ફર દાઉ ભુરિયાને વેચી દેતો હતો.પશુઓની ચોરી કરવા માટે તે પોતાના વતનમાંથી બીજા સાગરિતોને પણ લાવ્યો હતો અને રાજસ્થાન પાસીંગની ટાટા-૪૦૭ ગાડી લઇ અમદાવાદ, વડોદરા, પંચમહાલ, ખેડા, નડિયાદ સહિતના સ્થળોએથી મોડી રાત્રે ખીલે બાંધેલી ગાયો, ભેંસ, બળદ અને વાછરડાની ચોરી કરી લેતા હતા અને મુઝ્‌ઝફર ભુરિયા અને શબીર હયાતને વેચી મારતા હતા. મુઝ્‌ઝફરે આરોપી ઝુબેરની ઓળખાણ અમદાવાદના મીરઝાપુર વિસ્તારમાં રહેતા યાસીન ઉર્ફે હલવા કુરેશી સાથે કરાવી હતી.

Related posts

ઘુમા ગામમાં પરિણિતાએ આપઘાત કર્યો

aapnugujarat

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વોર્ડની રચના, સીમાંકન ફાળવણીના આદેશ જારી

aapnugujarat

પાલનપુરનાં વેપારીનો મૃતદેહ મળતાં સનસનાટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1