Aapnu Gujarat
બ્લોગ

ડોકલામ વિવાદ : ભારતે મક્કમ વલણથી બાજી મારી

ડોકલામ વિવાદ મુદ્દે ભારતની સૌથી મોટી જીત થઈ છે. ચીન અને ભારત બંને દેશો ડોકલામમાંથી પોતપોતાની સેના હટાવી લેવા તૈયાર થયા છે. ચીનના વિદેશ મંત્રાલયનું કહેવું હતું કે ભારતીય સેનાની પહેલેથી ભારતની સરહદથી પાછી હટી ગઈ છે. પણ તે ડોકલામ પર નજર રાખશે અને પેટ્રોલિંગ કરશે. જો કે ચીનને સુપરપાવર બનવું છે અને હાલ ચીન આર્થિક મંદીના દોરમાં પ્રવેશ્યું હોય તેવો અણસાર તેના આર્થિક આંકડાઓ પરથી મળી રહ્યો છે, ચીને તેના ચલણ યુઆનનું ત્રણ વખત અવમૂલ્યન કરી ચુક્યું છે. આથી તેને યુદ્ધ પોષાય તેમ નથી. આ તર્ક તો સાચો જ છેપ પણ ભારતને પણ તાકતવાન બનવા માટે યુદ્ધ પોષાય તેમ નથી. ચીને જો ડોકલામ મુદ્દે સરહદ પર સહેજ પણ અડપલું કર્યું હોત તો અમેરિકા, જાપાન, રશિયા સહિત સાઉદીના દેશોનો ભારતને ટેકો છે. આ દેશોની નજરમાં ચીનની શાખને અસર પહોંચી શકે તેમ હતી. ચીને આ મુદ્દાને ધ્યાનમાં રાખીને જ પીછેહટ કરી છે. બાકી ચીન પીછે હટે તેમાંનું નથી. સૌ ભારતવાસીઓને ખબર છે હિન્દીચીની ભાઈ-ભાઈનો નારોપ અને પછી શું થયું ? જો કે હજી પણ કાંઈ કહેવાય નહી.
ડોકલામ વિવાદ જૂનમાં શરૂ ત્યારે થયો જ્યારે ચીને ભૂતાનના ક્ષેત્ર ડોકલામમાં રસ્તો બનાવવાનું કામ શરૂ કર્યું. ભારતના સૈનિકોએ તેની સામે વિરોધ કરીને રસ્તો બનાવતા અટકાવ્યા હતા. આ ઘટના પછી ભારત-ચીન વચ્ચે ડોકલામનો વિવાદ ઉભો થયો. બન્ને દેશના લશ્કરે ત્યાં તંબુ તાણી લીધા હતા. ડોકલામ એવો વિસ્તાર છે કે જ્યાં સિક્કીમ, ચીન અને ભુતાનની સરહદો મળે છે. ભુતાન અને ચીન આ વિસ્તાર પર હક જતાવી રહ્યા છે. ભારત ભુતાનને સાથ આપે છે. છેલ્લા ત્રણ મહિનાથી ચીન સતત ભારતને ડોકલામ મુદ્દે ધમકીઓ આપતું રહ્યું હતું. ત્યાંનું મીડિયા પણ ભારત વિરુધ્ધ ઝેર ઓકતું રહ્યું હતું. જો કે ભારતનું વલણ સ્પષ્ટ હતું કે ચીન પોતાની સેના પાછી હટાવે પછી વાતચીત સંભવ છે. પણ ચીને અડગ વલણ દાખવ્યું અને ભારતને ડરાવવાનું જ કામ કર્યું હતું. ૧૯૬૨ના યુધ્ધની યાદ અપાવીને ભારતમાં રીતસરનો ભય ઉભો કરવાનું કામ કર્યું, ત્યારે સંરક્ષણપ્રધાન અરૂણ જેટલીએ કહ્યું હતું હાલ ૧૯૬૨નું ભારત નથી. પણ ભારત ટસનું મસ થયું ન હતું. ભારતે પોતાની મજબૂત રજૂઆતો કરીને ચીનને કુટનીતિની રીતે હાલ તો પરાસ્ત કર્યું છે.
ચીનની વન બેલ્ટ યોજનામાં સામેલ થવાની ભારતે ના પાડી હતી. આથી દક્ષિણ એશિયામાં ચીનની મહત્વાકાંક્ષી પરિયોજના નિષ્ફળ જતી દેખાતી હતી. આથી તેણે ભારત પર પ્રેશર ટેકનિકનો ઉપયોગ કરીને ડોકલામ વિવાદ સર્જ્યો હતો. બીજી બાજુ જોઈએ તો ચીન માટે ભારત એ બહુ મોટુ માર્કેટ છે.
આમ તો ૧૯૮૮ પછી ચીને ભારત સાથે આર્થિક સહકાર વધાર્યો છે. મેડ ઈન ચાઈનાની કેટલીય વસ્તુઓ ભારતમાં બે ધડક વેચાઈ રહી છે. ચીનને સુપર પાવર બનવું હોય તો ભારતનું માર્કેટ ખોવું પડે તેવી સ્થિતીનું સર્જન નહી કરે. ૨૦૧૬-૧૭ના વર્ષમાં ચીને ભારતમાં અંદાજે ૪.૧૦ લાખ કરોડ રૂપિયાની નિકાસ કરી હતી. અને તે પછીના વર્ષમા નિકાસ વધતી ગઈ છે. જ્યારે ભારત ચીનમાં માત્ર ૬૮ હજાર કરોડ રૂપિયાના સામાનની નિકાસ કરી શક્યું છે.
ચીન પોતાને ગ્લોબલ પાવર માની રહ્યું છે, અને આ બિરૂદ તેનું છિનવાઈ જાય તેમ છે. ભારત સાથે યુધ્ધ કરીને ડોકલામની સામે તેણે ભારતનું મોટુ બજાર ગુમાવવું પડે તેમ છે. આ સંજોગો વચ્ચે ચીન સમજી ગયું છે, જે તેના ભલા માટે તો છે જપ પણ સાથે સાથે ભારત માટે પણ આ આવકારદાયક પગલાથી જીત તો થઈ જ છે, અને લાંબાગાળાની નીતિઓને આગળ ધપાવવા માટે તેમજ વિદેશી સંબધો વધુ મજબૂત બનશે. ચીન સાથેના સરહદનો વિવાદ હાલ તુરંત શમી જતા બીજા દેશો સામે ભારતની મજબૂત શાખ ઉભી થઈ છે અને પ્રતિષ્ઠા વધી છે.ચીન પોતાની શેખી મારવાનું ભુલતું નથી. તેણે નિવેદન જાહેર કર્યું હતું કે ડોકલામમાંથી ભારતે તેની સેના પહેલા હટાવી લીધી છે. પોતે સુપરપાવર છે, તે બતાવવાનું અને બીજા દેશો સામે તેણે નીચાજોણું થાય માટે હાલ તો ચીન આવા નિવેદન કરે તે સ્વભાવિક છે.
ચીનમાં ૩ સપ્ટેમ્બરથી ૫ સપ્ટેમ્બરની વચ્ચે બ્રિક્સ સમિટ યોજાવાની છે, જેમાં નરેન્દ્ર મોદી ભાગ લઈ શકે છે અને જો મોદી ચીન જશે તો ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ સાથે મુલાકાત પણ થશે. જો કે તે પહેલા જ ડોકલામ વિવાદનો સમાધાનકારી ઉકેલ આવ્યો છે. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના દેશોનું એક સંગઠન છે જેને બ્રિક્સ નામ અપાયું છે, અને જે બ્રિક્સ દેશોના વિકાસ માટે ચર્ચાનું પ્લેટફોર્મ ઉભું કરે છે, અને એક દેશ બીજા દેશો સાથે સહયોગ વધારે અને સમસ્યાઓનું નિરાકરણ લાવવા અંગે ચર્ચા થતી રહી છે.
૩ સપ્ટેમ્બરથી ચીનમાં શરૂ થઈ રહેલ બ્રિક્સ સમિટ પર ડોકલામનો ઓછાયો નહી પડે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા ચીન જાય તેવી શક્યતા વધી છે. ડોકલામ મુદ્દે સેના હટાવવાનું બન્ને દેશો માટે આ પગલું શાણપણ ભર્યું રહ્યું છે, એમ કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી. ભારતે તો સહન કરવાનું હતું જ, તેનાથી વધારે ચીનને નુકશાન થાય તેમ હતું. આ બાબત તેણે જાણી લીધી અને સમયસર પગલું ભર્યું છે.ડોકલામ વિવાદ દરમિયાન ચીન મીડિયા તરફથી સતત રોષભર્યા નિવેદનો સામે આવતા હતા, આ દરમિયાન ભારતે શાંતિ જાળવી રાખી હતી. ભારતનું વલણ શાંત છતાં મક્કમ હતું. ભારતે ડોકલામ પરથી પોતાની સેના પાછી નહીં ખેંચવાનો નિર્ણય લીધો હતો અને જરૂર પડ્યે ચીનને કડક શબ્દોમાં જવાબ આપ્યા હતા. ડોકલામ મામલે ભારતની આ જીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ અધિકારીઓની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ રહી.આ વિવાદના ઉકેલમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હેમ્બર્ગ મુલાકાત બાદ બીજિંગમાં ચીનના પોતાના સમકક્ષ યાંગ જેઇકી સાથે મુલાકાત કરી હતી. આ પ્રથમ અધિકૃત મુલાકાત હતી, જેમાં બે મોટા અધિકારીઓએ ડોકલામ વિવાદ પર ખુલીને ચર્ચા કરી હતી. શાંતિ જાળવી રાખવાના મુદ્દે થયેલ આ મુલાકાતમાં અજીત ડોભાલે સ્પષ્ટ કર્યું હતું કે, ભારત પોતાના નિર્ણય પર મક્કમ રહેશે. આ આખા ઘટનાક્રમમાં સેના અને રાજકીય નેતાઓ વચ્ચેના મુખ્ય સંયોજક હતા અજીત ડોભાલ. સીમા પર તણાવ વચ્ચે પણ તેમણે સતત ભૂટાનને બચાવ અને સુરક્ષાનું આશ્વાસન આપ્યું હતું.ડોકલામ વિવાદ પર ચીનને પાછું પાડવામાં સેના પ્રમુખ બિપિન રાવતે પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે સતત આ પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું. તેમણે એ વાત સુનિશ્ચિત કરી હતી કે, ચીન કોઇ પણ રીતે એવી સ્થિતિમાં નથી કે પોતાની સેના મોકલી કે તેનો ઉપયોગ કરી ભારતને દબાણમાં મુકી શકે. ભારતીય સેનાએ પીપલ્સ લિબરેશન આર્મીને વિભિન્ન સ્થળોએ રોકી રાખી છે, જેમાં યાટુંગ અને ફરી ડજોંગનો પણ સમાવેશ થાય છે.કાશ્મીર ફ્રંટ પર આતંકીઓ વિરુદ્ધના અભિયાનમાં ભારતીય સેનાએ કરેલ કાર્યવાહીમાં ડાયરેક્ટર જનરલ મિલિટ્રી ઑપરેશન લેફ્ટનેંટ અનિલ ભટ્ટની ભૂમિકા મહત્વપૂર્ણ હતી. એ જ રીતે ડોકલામ મામલે પણ અનિલ ભટ્ટે મહત્વપૂર્ણ ફાળો નોંધાવ્યો છે. તેમણે ૨૪ કલાક લાઇન ઓફ એક્ચ્યૂઅલ કંટ્રોલ(એસએસી) પર નજર રાખી હતી. ભારતીય સેનાના વૉર રૂમ દ્વારા ઘણીવાર ટૉપ લીડરશિપને જાણકારીઓ પૂરી પાડવામાં આવતી હતી.
વિદેશ સચિવ એસ. જયશંકરે પણ ડોકલામના મુદ્દે ચીનના વલણમાં ફેરફાર લાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. તેમણે પોતાના અનુભવનો ઉપયોગ કરતાં આ મુદ્દે ચીન સાથે શાંતિપૂર્ણ રીતે કામ લેવાની રણનીતિ બનાવી અને રાજકીય ક્ષેત્રે આ સમસ્યાનો ઉકેલ શોધવામાં સફળ રહ્યા.
ચીન તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનો પર ધ્યાન ન આપતાં વિદેશ મંત્રાલય દ્વારા શાંત વલણ અપનાવવામાં આવ્યું. ભૂટાન સાથેના સંબંધો જાળવી રાખવામાં પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી.ડોકલામ વિવાદનો ઉકેલ મેળવવામાં બીજિંગમાં પણ ભારત તરફથી વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેની તૈયારી ચીનમાં ભારતના રાજદૂત વિજય કેશવ ગોખલેએ કરી હતી. ઉચ્ચસ્તરીય સૂત્રો અનુસાર, પોતાના કૂટનૈતિક કૌશલ્યોના ઉપયોગ વડે તેઓ ચીન પર દબાણ ઊભું કરવામાં સફળ થયા હતા. ૧૯૮૧ બેચના ભારતીય વિદેશ સેવાના અધિકારી વિદેશ મંત્રાલયના સચિવ(આર્થિક સંબંધ)ના રૂપમાં પરત ફરશે.

 

Related posts

કવિતા સંગ્રહ : નીલકંઠ બી વાસુકિયા “નીલ” (વિરમગામ)

aapnugujarat

નરેન્દ્ર મોદીને બે વખત સત્તાના શિખર સુધી પહોંચાડનારા અમિત શાહની કહાણી

aapnugujarat

દેશમાં મોદી પછી સૌથી શક્તિશાળી છે અજિત ડોભાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1