Aapnu Gujarat
ગુજરાત

૧૪૪૪ મેગાવોટ સોલાર રૂફટોપ સિસ્ટમની સ્થાપના સાથે ગુજરાત દેશમાં પ્રથમ

આજે ગુજરાતે ઊર્જાની પંચશકિતઓ સોલાર, થર્મલ, હાઇડ્રો, ગેસ અને ન્યૂકલીયરનો વીજ ઉત્પાદનમાં વિનિયોગ કરવાની નવતર પહેલ કરી છે અને ઊર્જા ઉત્પાદન-વિતરણમાં અગ્રેસરતા પ્રાપ્ત કરી છે. ગુજરાતે વીજ ઉત્પાદનમાં અનેક સુધારાલક્ષી ઉપક્રમ હાથ ધરીને આર્ત્મનિભરતા સાથે દેશના એનર્જી હબ બનવાની દિશામાં વર્તમાન શાસનની રાજકીય ઇચ્છાશકિત સાબિત કરી છે. આમ, ગુજરાતના ઊર્જા ક્ષેત્રની નવતર પહેલો વિશ્વ માટે પથદર્શક બની રહેશે.ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિને પહોંચી વળવા બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતોની મહત્વતા વધતી જાય છે. આ સંદર્ભે ગુજરાત સરકારે બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો પર સવિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. જે અંતર્ગત રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં વર્ષ ૨૦૦૯માં કલાઈમેટ ચેન્જ અંગે અલાયદો વિભાગ શરૂ કરી ગુજરાત એશિયામાં પ્રથમ સ્થાને રહ્યું છે. આજે રાજ્યમાં બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોત જેવા કે પવન ઊર્જા, સૌર ઊર્જા, જૈવિક ઊર્જા, હાઈડ્રો પાવર વગેરે દ્વારા વીજળી ઉત્પન્ન કરવા માટે રાજયમાં ૧૪,૯૬૩ મેગાવોટ ક્ષમતાના પ્રોજેક્ટોની સ્થાપના કરવામાં આવી છે. જે દેશની કુલ સ્થાપિત ક્ષમતાની ૧૫ ટકા જેટલી છે અને આ ક્ષમતા સાથે ગુજરાત દેશમાં તૃતીય સ્થાન ધરાવે છે. સરકારે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬-૧૭થી ખાનગી રહેણાંક ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપવાની યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ ૨,૮૪,૦૦૦ ખાનગી રહેણાંકીય ઈમારતો ઉપર ૧,૦૮૧ મેગાવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપવામાં આવી છે. ખાનગી રહેણાંક ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઔદ્યોગિક, વાણિજ્યક અને રહેણાંકીય ક્ષેત્રે કુલ ૧,૪૪૪ મેગાવોટ સોલાર રૂફટોપ સિસ્ટમની સ્થાપના સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. વર્ષ ૨૦૦૮-૦૯માં ગુજરાતમાં દેશની પ્રથમ ‘સોલાર પાવર’ પોલીસીની જાહેરાત બાદ વર્તમાન પરિસ્થિતિએ રાજ્યની સોલાર પાવર પ્રોજેક્ટની કુલ સ્થાપિત ક્ષમતા ૫,૯૪૭ મેગાવોટ છે. આમ, આ સોલાર પાવર પ્રોજેક્ટની સ્થાપના સાથે ગુજરાત દેશમાં તૃતીય સ્થાન ધરાવે છે. વર્ષ ૨૦૧૧થી પાટણના ચારણકા ગામે એશિયાનો સૌથી વધુ ક્ષમતા ધરાવતો સોલાર પાર્ક કાર્યરત છે. જ્યાં ૮૫૦ મેગાવોટ ક્ષમતાના સોલાર પ્રોજેક્ટ કાર્યરત છે. સરકારે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૨માં દેશમાં સૌપ્રથમ ૧ મેગાવોટ કેનાલ ટોપ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના ગુજરાતમાં કરવામાં આવી છે. આજ સુધી કુલ ૩૭ મેગાવોટ કેનાલ ટોપ સોલાર પાવર પ્રોજેક્ટ કાર્યરત છે. દુનિયાના સૌથી વિશાળ ૩૦ ગીગાવોટ ક્ષમતાના હાઈબ્રીડ (સોલાર અને વિન્ડ) રીન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ખાવડા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા દસ વર્ષમાં ૨૬૮ ગૌશાળા/ પાંજરાપોળ/શૈક્ષણિક સંસ્થાઓમાં કુલ ૧૯,૪૬૦ ઘનમીટર પ્રતિદિવસની ક્ષમતાના સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. છેલ્લા દસ વર્ષમાં સરકારી છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓ, વિશ્રામગૃહો ઉપર ૭૬,૪૫૦ વિદ્યાર્થીઓ માટે કુલ ૧૯,૦૬,૦૦૦ લિટર પ્રતિદિવસની ક્ષમતાની સોલાર હોટ વોટર સિસ્ટમ બેસાડવામાં આવી છે. રાજ્યના ૧૩,૫૭૨ વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ઈલેક્ટ્રિક દ્વિચક્રી વાહનો માટે સબસિડી આપવામાં આવી છે. વર્ષ ૧૯૯૩માં ગુજરાતમાં દેશની પ્રથમ ‘વિન્ડ પાવર’ પોલીસીની જાહેરાત બાદ વર્તમાન પરિસ્થિતિએ રાજ્યની વિન્ડ પાવર પ્રોજેક્ટની કુલ સ્થાપિત ક્ષમતા ૮,૮૬૦ મેગાવોટ થવા પામી છે. આમ, ગુજરાત વિન્ડ પાવર પ્રોજેક્ટની સ્થાપના કરવામાં દેશમાં દ્વિતીય સ્થાન ધરાવે છે. બાલ ઊર્જારક્ષક દળ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક-માધ્યમિક શાળાના ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૧૫૦૦ શિક્ષકોને ઊર્જાના નીતિમય અને શાણપણભર્યા ઉપયોગ માટે પ્રતિવર્ષ તાલીમ આપવાની પ્રવૃત્તિ હાથ ધરાય છે.

Related posts

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની વરસાદ મુદ્દે આગાહી

editor

फाइनेंस कंपनी में लूट के प्रयास मामले में रिवाल्वर दिलाने में मदद करने वाले कॉन्स्टेबल की गिरफ्तारी

aapnugujarat

आरटीओ के लाइसेंस घोटाले में महिला क्लर्क की जमानत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1