Aapnu Gujarat
Uncategorized

વીરપુર જલારામ ગામમાં ગુજરાત પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના યાત્રાધામ વીરપુર ગામે રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા પોષણ અભિયાન હેઠળ પોષણ અભિયાન ૨૦૨૦ અંતર્ગત વિરપુર ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી થઈ હતી અને ગાંધી નિર્વાણ શહીદ દિન નિમિત્તે બે મિન્નિનું મૌન પાળી કાર્યક્રમની શરૂઆત થઈ હતી .
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, ડો.અલીસેન્ટ્રલ જેલ રાજકોટ અધિકારી બન્નો ડી જોશી,સીડીપીઓ શોભનાબેન, જેતપુર તાલુકા વિકાસ અધિકારી ફુગાસીયા, જેતપુર તાલુક ભાજપ મહામંત્રી વેલજી સરવૈયા, તાલુકા પંચાયત પ્રમુખ ભૂપત સોલંકી તેમજ તાલુકા પંચાયતના સદસ્યો અને સામાજીક આગેવાનોએ હાજર રહીને આ કાર્યક્રમ દીપાવ્યો હતો.
આ કાર્યક્રમમાં વિગતવાર ચર્ચા કરતા બાળકોને પ્રાશન વિધિ કરવામાં આવી હતી જે બાળકો તંદુરસ્ત હાલતમાં છે એમને પ્રથમ, દ્વિતીય, તૃતીય, નંબર પર આવેલ બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ રસોઈ શોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય આવેલ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું તથા કુપોષિત બાળકોને દત્તક લેનારા વાલીને સર્ટિફિકેટ આપીને સન્માન કર્યું હતું.
આ પોષણ અભિયાન હેઠળ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી અનેઆંગણવાડી દ્વારા આપવામાં આવતી સવલતો વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં વીરપુરની તમામ આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- દેવરાજ રાઠોડ, વીરપુર)

Related posts

सोमनाथ मंदिर में राहुल गांधी ने गैर हिंदु के रुप में नाम दर्ज करवाया

aapnugujarat

महाराष्ट्र में भूकंप के झटके

editor

જાતિ તોડો…સમાજ જોડો…

aapnugujarat

Leave a Comment

UA-96247877-1