Aapnu Gujarat
ગુજરાત

તલોદ ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ

રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં બેટી બચાવો, બેટી પઠાઓ સેલ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત તાજેતરમાં તલોદ સાયન્સ કોલેજ ખાતે જિલ્લા કલેકટર સી.જે. પટેલની અધ્યક્ષતામાં એક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
સમગ્ર રાજ્યમાં બેટી બચાવો બેટી પઢાઓ સપ્તાહની ઉજવણી તાજેતરમાં ૨૦ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન કરવામાં આવી અને દીકરીઓને દીકરા જેવો આદર ભાવ આપવામાં આવે અને દીકરી-દીકરો એક સમાન તક આપી ઉછેર કરવામાં આવે તે માટે જાગૃતિ અભિયાનો થકી નાટકો અને રેલીઓ યોજવામાં આવી. દીકરીને જન્મ આપવામાં આવે અને સ્ત્રી-ભ્રૃણ હત્યા રોકવામાં આવે તે હેતુથી સમગ્ર જિલ્લામાં જાગૃતિ અભિયાન ચાલાવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા સમાહર્તા સી.જે. પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં તલોદ તાલુકામાં દીકરી જન્મદર વધુ છે જે આવકારવાદાયક છે અભિનંદનને પાત્ર છે. સમગ્ર ગુજરાતમાં ૯૧૭ જેન્ડર રેસીયોની તેની સામે તલોદ તાલુકામાં ૧૦૧૭ જેન્ડર રેશઇયો છે જે આ તાલુકાની પ્રસંશાપાત્ર સિધ્ધિ સમાન છે. તેમજ આ પણા જિલ્લાએ ગૌરવ લેવા જેવી બાબત છે. દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં દીકરાઓ સાથે કદમ મિલાવી આગળ વધી રહી છે ત્યારે તેમને દીકરા સમાન તક આપી આગળ વધવામાં માતા-પિતા તેમજ અધ્યાપકોએ અને સમાજે પ્રોત્સાહન પુરુ પાડી મદદરૂપ થવું જોઇએ.
આ કાર્યક્રમમાં મહિલા સુરક્ષા તથા મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ કાયદાઓની માહિતીથી વાકેફ કરી વિસ્તૃત સમજ આપી મહિલાઓ અને વિધાર્થીનીઓને જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બેટી બચાઓ બેટી પઢાઓ ના શપથ તથા સિગ્નેચર ડ્રાઈવ કેમ્પેન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકી છે તેમજ આ કાર્યક્રમ જેમના માટે યોજાયો હતો તેવી વ્હાલી દીકરીના માતા-પિતા લાભાર્થીને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં કૌશલ્યા કુંવરબા, મામલતદાર તલોદ, સાયન્સ,આટ્‌ર્સ અને કોમર્સ કોલેજના આચાર્ય, અધ્યાપકો, અધિકારી ગણ,મહિલા અને બાળ અધિકારી, રક્ષણ અધિકારી, મોટી સંખ્યામાં વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓ અને કોલેજની વિધાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી અને આ સમગ્ર કાર્યક્રમને હર્ષભેર વધાવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

વિજાપુર ડૉ. આંબેડકર સ્મારક સમિતિ દ્વારા આવેદનપત્ર સોંપાયું

editor

અમદાવાદમાં આગામી ૧૭થી ૨૮ જાન્યુઆરી સુધી શોપીંગ ફેસ્ટીવલ

aapnugujarat

આમ આદમી પાર્ટીના અગ્રણીઓ આરોગ્ય કર્મીઓ મુદ્દે અમદાવાદના વહીવટદારને મળવા પહોંચ્યા પણ મળ્યાં નહીં !

editor

Leave a Comment

UA-96247877-1