Aapnu Gujarat
ગુજરાત

આમ આદમી પાર્ટીના અગ્રણીઓ આરોગ્ય કર્મીઓ મુદ્દે અમદાવાદના વહીવટદારને મળવા પહોંચ્યા પણ મળ્યાં નહીં !

અમદાવાદ મહાનગરપાલિકાના વહીવટદાર એટલે કે હાલના અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને વર્ગ-૪ના આરોગ્ય ખાતાના અધિકારીઓ આજે હડતાલ ઉપર હતા અને ત્યાં જે બનાવ બન્યો હતો જે બનાવને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરના પ્રમુખ આજે પોતાની ટીમ સાથે રૂબરૂ મળવા જવા માટે સમય માંગ્યો હતો પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાના વહીવટદાર એટલે કે હાલના અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પોતાને કોરોના થઈ જશે અને બીજાને નહીં થાય એ પ્રકારની ગણતરી રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આમ જનતા જે કોઈ ટેક્સ ભરીને સરદાર પટેલ ભવન બનાવવામાં આવેલ છે એ ભવનમાં પોતાની બેઠકની જગ્યા પર ના બેસતા રિવરફ્રન્ટની જગ્યા પર બેસે છે એટલે કે કોરોનાનો ડર ફક્ત અને ફક્ત એમને જ સતાવે છે જે ઓફિસ આજે બનાવેલી છે તે ઓફિફનો સંપૂર્ણ સ્ટાફ કોઈપણ જાતના ડર વગર જનતાની સેવા કરવા માટે તત્પર હોવા છતાં આજના નીમેલા આપણાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટદાર એટલે કે મ્યુનિસિપલ કમિશનર પોતાની ઓફિસમાં હાજર નહોતા અને આમ આદમી પાર્ટીનાં હોદ્દેદાર સતત ત્રણથી ચાર વખત આવવા છતાં કોઈપણ જાતની મુલાકાત આપવામાં આવેલ નથી.અમજદખાન પઠાણ (પ્રમુખ, અમદાવાદ શહેર), યોગેશ મકવાણા (મહામંત્રી, અમદાવાદ શહેર, એસ.સી.એસ.ટી.સેલ), બિપિન પ્રજાપતિ (સ્ટેડિયમ વોર્ડ), શંકરભાઈ રાઠોડ (શાહપુર વોર્ડ), રજનીકાંત પરમાર (શાહીબાગ વોર્ડ), દિનેશભાઈ માણસાવાળા (અસારવા વોર્ડ) સહિતના આગેવાનો વહીવટદારશ્રીને મળવા પહોંચ્યા હતાં પરંતુ તેઓ મળ્યાં ન હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિનોદ મકવાણા, અમદાવાદ)

Related posts

અમદાવાદમાં ‘પ્રધાનમંત્રી જનકલ્યાણકારી યોજના પ્રચાર – પ્રસાર અભિયાન’ અંતર્ગત બેઠક મળી

aapnugujarat

ભાજપે બ્રાહ્મણ વૉટબેંક કબજે કરવા રણનિતી ઘડી

aapnugujarat

जापान के पीएम १३-१४ सितम्बर के दौरान गुजरात की मुलाकात पर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1