Aapnu Gujarat
ગુજરાત

ભાજપે બ્રાહ્મણ વૉટબેંક કબજે કરવા રણનિતી ઘડી

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે. તેંમ તેમ માહોલ ગરમાઈ રહ્યો છે. જેમાં ભાજપ દ્વારા અત્યારથી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં ભાજપે બ્રાહ્મણ મત માટે રણનીતિ ઘડી નાખી છે. ઉત્તર પ્રદેશની પેટર્ન મુજબ ગુજરાતમાં પણ બ્રાહ્મણોની કમિટી બનાવવામાં આવી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના ૫ આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતની રાજનીતિમાં હાલમાં ભાજપનું પલડું ભારે છે અને ભાજપ એવું દર્શાવી રહી છે કે આગામી ચૂંટણીમાં જીત આશાન છે. હકીકતમાં આ વખતે ભાજપને શહેરી વિસ્તારમાં હારનો ડર વધારે છે અને એટલે જ અન્ય રાજ્યોમાં જેમ પ્રચાર કરવામાં આવે છે. એ રીતે આ વખતે ગુજરતમાં પણ પ્રચાર કરવામાં આવશે. ભાજપે ગુજરાતમાં બ્રાહ્મણોની કમિટી બનાવી છે. જેમાં સાંસદ રામ મોકિરીયા, ભાર્ગવ ભટ્ટ, યજ્ઞેશ દવે, રંજન ભટ્ટ અને જ્હાનવી વ્યાસનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
છેલ્લી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એટલે કે ૨૦૧૭માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બરાબરીની ચૂંટણી જંગ જામી હતી. હંમેશા ૩ આંકડામાં જીતતા ગુજરાત ભાજપને ૯૯ બેઠક જીતી સંતોષ માનવો પડયો હતો. પણ આ વખત ગુજરાતમાં છછઁની એન્ટ્રીથી ત્રિપાંખિયો જંગ નક્કી છે. શહેર બેઠકો પર ભાજપનું રાજ છે જ્યારે ગામડાઓ પર કોંગ્રેસનું વર્ચસ્વ પણ છછઁ ની મજબૂત ઈનિંગથી ભાજપ અને કોંગ્રેસમાં ડરનો માહોલ છે. કોઈ પણ ભોગે ભાજપ ચૂંટણીમાં ઢીલી નીતિ રાખવા માંગતુ નથી. તેથી બ્રહ્મ સમાજના મતો મેળવવા માટે આ કમિટીની બનાવવામાં આવી છે. સાંસદ રામ મોકિરીયા, ભાર્ગવ ભટ્ટ, યજ્ઞેશ દવે, રંજન ભટ્ટ અને જ્હાનવી વ્યાસ આગામી દિવસોમાં વિધાનસભામાં બ્રહ્મ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે કરશે મુલાકાત કરશે. આ ઉપરાંત પેટા જ્ઞાતિના પ્રતિનિધિઓની સાથે કમિટીના સદસ્યો બેઠક કરશે.
વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ત્રિ-સ્તરીય તૈયારીઓ કરી છે. જેમાં મોટી સભા, ઘર ઘર અભિયાન અને સોશિયલ મીડિયા થકી પ્રચારનો સમાવેશ થાય છે. રાજ્યમાં પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના મોટા નેતાઓ સભાઓ કરશે. આ ઉપરાંત યુવા કાર્યકર્તાઓ ઘર ઘર અભિયાન થકી લોકોનો સંપર્ક કરશે. ભાજપ દ્વારા એક પણ ઘર સંપર્ક કર્યા વિના બાકી ન રહે તેવી તૈયારીઓ કરવામાં આવી છે. આ કાર્યકરો સરકારની યોજનાઓ અને કામગીરી દરેક લોકો સુધી પહોંચાડાશે.
આ ઉપરાંત ગુજરાત ભાજપે ૫ રાજ્યોના કાર્યકરોને ગુજરાતમાં ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપી છે. જેમાં ઝોન વાઇઝ અલગ અલગ રાજ્યોને જવાબદારી સોંપી ચૂંટણીલક્ષી રણનીતિને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ઉત્તર ઝોનની જવાબદારી રાજસ્થાન ભાજપના કાર્યકરોને સોંપવામાં આવી છે. જે ઘરે ઘરે જઈ ગુજરાત ભાજપના કાર્યકરો સાથે ચૂંટણી પ્રચારમાં જોતરાશે.
કોંગ્રેસની મજબૂત પકડ ધરાવતા સૌરાષ્ટ્‌ ઝોનમાં કાઠું કાઢવાની જવાબદારી બિહાર ભાજપને આપવામાં આવી છે. મધ્ય ઝોનની જવાબદારી મધ્યપ્રદેશ અને ઝારખંડના કાર્યકરોને સોપી છે. તો દક્ષિણ ગુજરાતની જવાબદારી મહારાષ્ટ્રને સોપવામાં આવી છે. ઉત્તર ઝોનની જવાબદારી રાજસ્થાનને સોપવામાં આવી છે.

Related posts

લખતરના તલાવણીમાં ગ્રામપંચાયત વિરુધ્ધ ભ્રષ્ટાચારનો આરોપ

editor

બાવલું પોલીસે લોકડાઉનનું કડક હાથે અમલ કરાવતા બિન જરૂરી ફરતા લોકોનો મહિલા પી.એસ.આઈ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અપપ્રચાર

editor

ગોમતીપુરમાં રીક્ષાચાલકની હત્યાથી સનસનાટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1