Aapnu Gujarat
ગુજરાત

લખતરના તલાવણીમાં ગ્રામપંચાયત વિરુધ્ધ ભ્રષ્ટાચારનો આરોપ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલવણીની ગામના જાગૃત નાગરિક દ્વારા તલવણી ગામ પંચાયતના હોદ્દેદારોનો ભ્રષ્ટાચાર આચરતા હોવાની શંકા વ્યક્ત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું,

ઉલ્લેખનીય છે કે લખતર તાલુકા પંચાયતમાં અનેકવાર લેખિત મૌખિક રજૂઆતનું પરિણામ નહીં મળતાં લખતર તાલુકા વિકાસ અધિકારીથી લઇ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર સુધી રજૂઆત કરવામાં આવી,
લખતર તાલુકાનું તલવણી ગામના જાગૃત નાગરિક દ્વારા તલવણી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ તમામ કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરી એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

વધુમાં તેઓએ લખતર તાલુકા પંચાયતમાં જુદા જુદા કામ અંગેની લેખિક મૌખિક રજૂઆત છેલ્લા દોઢ મહિનાથી કરી રહ્યા હોવા છતાં તાલુકા પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરતા અને તેઓને સંતોષકારક જવાબ ન મળતાં તેઓએ આજે લખતર તાલુકા વિકાસ અધિકારી અને લખતર મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે તેઓ આજે લખતર મામલતદાર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હોય લખતર તાલુકાના બંને મુખ્ય અધિકારીઓ યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી સત્ય બહાર લાવશે એવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Related posts

આજે તાપી, સરસ્વતી નદીમાં અટલજીનાં અસ્થિ વિસર્જન કરાશે

aapnugujarat

આજે રાજપીપલાની એમઆર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લીગલ એડ કલીનીક ખુલ્લી મુકાશે

aapnugujarat

આજે મહિલા સશક્તિાકરણ પખવાડિયાનો પાંચમો દિવસ

editor

Leave a Comment

UA-96247877-1