Aapnu Gujarat
ગુજરાત

આજે રાજપીપલાની એમઆર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લીગલ એડ કલીનીક ખુલ્લી મુકાશે

જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ તથા તાલુકા કાનુની સેવા સમિતી-રાજપીપલા દ્વારા તા. ૨૫ મી જુલાઇ, ૨૦૧૭ ને મંગળવારના રોજ સવારે ૯=૩૦ કલાકે રાજપીપલાની એમઆર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન તથા પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ શ્રી જે.પી. ગઢવીના હસ્તે લીગલ એડ કલીનીક ખુલ્લી મુકાશે.

વિદ્યાર્થીઓને ઉપસ્થિત થતા કાનુની પ્રશ્નોના નિકાલમાં સહાયરૂપ થવાના આશયથી ખુલ્લી મુકાનારી આ લીગલ એડ ક્લીનીકના ઉદઘાટન પ્રસંગે રાજપીપલાના તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન તથા પ્રિન્સીપાલ સિનીયર સીવીલ જજ શ્રી એસ.એન. વકીલ, ડીએલએસએના સેક્રેટરીશ્રી તથા સીવીલ જજશ્રી પી.આર. ચૌહાણ, જિલ્લા સરકારી વકીલ શ્રી જે.જે. ગોહિલ, બાર એસોસીએશનના પ્રમુખ કુ. વી.આઇ. ભટ્ટ અને સેક્રેટરીશ્રી બી..બી. વસાવા વગેરે ઉપસ્થિત રહેશે.

Related posts

ગુજરાત ચૂંટણી તારીખોની જાહેરાત કેમ નહીં : કોંગ્રેસ

aapnugujarat

વડોદરા પીએફ એન્ફોર્સમેન્ટ ઓફિસર લાંચ લેતાં પકડાયા

aapnugujarat

તા.૨૦-૨૧ સપ્ટેમ્બર’૨૦૧૭ ના રોજ મહાત્મા મંદીર ખાતે ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કોન્ફરન્સ ‘‘ઇન્ડિયા કેમ ગુજરાત-૨૦૧૭’’ યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1