Aapnu Gujarat
ગુજરાત

ભારે વરસાદથી અમદાવાદ શહેર તરબોળ : લોકો મુશ્કેલીમાં

અમદાવાદ શહેરમાં આજે સતત ચોથા દિવસે પણ ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી હતી.શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ મળીને ૯૪ જેટલા સ્થળોએ વરસાદી પાણી ભરાઈ જતા લોકો ભારે હાલાકીમાં મુકાઈ જવા પામ્યા હતા.શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૮ જેટલા વૃક્ષો ધરાશયી બનવા પામ્યા છે.વાસણા બેરેજના ચાર ગેટ બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે.શહેરમાં બાર કલાકમાં સરેરાશ બે ઈંચ વરસાદ છતાં પાણી ભરાવાના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી.મોસમનો સરેરાશ વરસાદ ૫૬૭.૩૫ મી.મી (૨૨ ઈંચ) થવા પામ્યો છે.ગત શુક્રવારથી શહેરમાં શરૂ થયેલા વરસાદે આજે સવારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા શહેરના ઉત્તરઝોન,પૂર્વઝોન,નવા પશ્ચિમઝોન સહીતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીમાં વધારો થવા પામ્યો હતો.દરમિયાન શહેરની શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી હતી.શહેરમાં ભારે વરસાદને પગલે અનેક વૃક્ષો ધરાશયી બનવા પામ્યા છે.જેમાં પૂર્વઝોનમાં બાપુનગર જનરલ હોસ્પિટલમાં બે વૃક્ષો ધરાશયી બનવા પામ્યા હતા જ્યારે દરીયાપુર વિસ્તારમાં એક વૃક્ષ ધરાશયી બન્યુ હતુ.શહેરના લો-ગાર્ડન વિસ્તારમાં શાંતિબાગ સોસાયટી પાસે એક વૃક્ષ કાર પર પડવા પામ્યુ હતુ.મ્યુનિસિપલ કંટ્રોલરૂમના સૂત્રોમાંથી મળતી માહીતી અનુસાર,આજે શહેરના તમામ છ ઝોનમાંથી કુલ મળીને ૯૪ સ્થળોએ પાણી ભરાવાની ફરીયાદો તંત્રને મળવા પામી હતી.જેમાં સૌથી વધુ ફરીયાદો ઉત્તરઝોન અને નવા પશ્ચિમઝોનમાંથી મળવા પામી છે.શહેરમાં બાર કલાકની અંદર અલગ અલગ વિસ્તારોમાંથી ભયજનક મકાનો કે તેના ભાગ અંગે કુલ મળીને છ જેટલી ફરીયાદો મળવા પામી હતી.આ ફરીયાદોમાં ફતાસા પોળના મકાનની દિવાલ ધરાશયી બનવાના બનાવમાં એકનું મોત થવા પામ્યુ હતુ.મીઠાખળી વિસ્તારમાં આવેલા મહાદેવવાસમાં એક વૃક્ષ ધરાશયી બનવા પામ્યુ હતુ.સાત સ્થળોએ ભૂવા પડવા પામ્યા છે.શહેરમાં આજે સવારના છથી સાંજના છ કલાક સુધીમાં સરેરાશ બે ઈંચ વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.વાસણા બેરેજ ખાતે હાલ નદીમાં પાણીની સપાટી ૧૨૮ ફૂટ ઉપર નોંધાયેલી છે.ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકને પગલે બેરેજના ચાર દરવાજા બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે.નદીમાં નર્મદા કેનાલમાંથી ૪૩૦૦ કયુસેક પાણીની આવક થઈ રહી છે.સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલા ૫૦,૦૦૦ કયુસેક પાણીને કારણે તંત્રને એલર્ટ પર મુકવામાં આવ્યુ છે.શહેરના નિચાણવાળા વિસ્તારો કે જેમાં વાસણા,ફતેહવાડી,વાડજ,વાસણા વગેરેના નિચાણવાળા વિસ્તારોને ચેતવણી આપી સલામત સ્થળે ખસી જવા કહેવાયુ છે. અમદાવાદ સવારમાં ગઇાકાલે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ આજે સવારે પણ અવિરતરીતે જારી રહેતા લોકોની હાલત કફોડી બની ગઇ હતી. સવારમાં જનજીવન પણ ખોરવાઇ ગયુ હતુ. અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ હતી. મણિનગર, નરોડા, નારોલ સહિત શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તકલીફ સર્જાઇ છે. અમદાવાદમાં સતત પાંચમા દિવસે ભારે વરસાદ જારી રહ્યો હતો. શનિવાર અને રવિવાર બાદ આજે સોમવારના દિવસે જોરદાર વરસાદ સવારમાં પડ્યો હતો. ચારેબાજુ પાણી ભરાયા છે. સોમવાર સવારથી જ ધોધમાર વરસાદ જારી રહ્યો છે.
દરમિયાન સવારમાં ભારે વરસાદના કારણે મોટા ભાગની સ્કુલોમાં રજા જાહેર કરવામા ંઆવી હતી. શુક્રવારે રાત્રીના સુમારથી શહેરમાં શરૂ થયેલા વરસાદે શનિવાર, રવિવાર અને આજે સવારે દિવસ દરમિયાન રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અમદાવાદ શહેરના ૧૦૦ થી પણ વધુ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામતા મ્યુનિસિપલ તંત્ર તરફથી ૬૦ જેટલા પંપની મદદથી પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ ઉપરાંત ૫૦ જેટલા પંપ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.આ ઉપરાંત ઉત્તરઝોનમાં મીની કાંકરીયા તળાવ,સૈજપુર તળાવ,પૂર્વઝોનમાં ડ્રેનેજ પંપીગ સ્ટેશન,નીકોલમાં મધુમાલતી સોસાયટી,નવા પશ્ચિમઝોનમાં એસ.જી.હાઈવે, ચાંદલોડીયામાં ધરતી સોસાયટી, દક્ષિણઝોનમાં લાંભા ખાતે નારોલ તળાવ, વટવાના વાનરવટ તળાવ ખાતે પાણી નિકાલ માટે બે-બે વરૂણ પંપ કામે લગાવવામાં આવ્યા છે.

Related posts

सिविल अस्पताल में मेडिकल स्टाप की कमी

editor

બોટાદમા શ્રમિકો માટે મનરેગા યોજના આશાનું કિરણ સાબિત થઈ

editor

સસ્પેન્સનો અંત : હાર્દિક પટેલ ૧૨ માર્ચે કોંગીમાં સામેલ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1