Aapnu Gujarat
ગુજરાત

મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાની ખાસ ઝુંબેશ દરમિયાન ત્રીજા રવિવારે પણ નર્મદા જિલ્લામાં ૮૮૫ નવા મતદારોના ઉમેરવા, જરૂરી સુધારણા માટે ૧૮૮૪ તેમજ નામ કમી માટે ૮૦૮ અરજીઓ સહિત કુલ- ૩૫૭૭ જેટલા હક્કદાવાઓ રજૂ થયા

ભારતના ચૂંટણીપંચની સૂચના અન્વયે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી આર.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં વિધાનસભા મતદાર વિભાગોની મતદાર યાદીઓની હાથ ધરાયેલી ખાસ સંક્ષિપ્ત સુધારણાની કામગીરી દરમિયાન ગઇકાલે તા. ૨૩ મી જુલાઇ-૨૦૧૭ ને રવિવારના રોજ જિલ્લાના તમામ ૬૧૮ જેટલા મતદાન મથકો ખાતે આ કામગીરી ખાસ ઝુંબેશના રૂપમાં હાથ ધરાઇ હતી. જેમાં ફોર્મ નં-૬ માં ૧-૧-૨૦૧૭ ની લાયકાતે ૪૦૯ પુરૂષ અને ૪૭૬ સ્ત્રી મળી કુલ- ૮૮૫ નવા મતદારોના નામ ઉમેરવા માટેની અરજીઓ રજુ થઇ હતી. તેવી જ રીતે મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ નં ૭ માં ૪૪૫ પુરૂષ અને ૩૬૩ સ્ત્રી સહિત કુલ ૮૦૮ અરજીઓ પ્રાપ્ત થઇ હતી. જયારે ફોર્મ નં-૮- ક માં એકજ વિધાનસભા મત વિસ્તારમાં અન્ય સ્થળે સ્થળાંતર થયેલા મતદારોમાં ૨૭ પુરુષ અને ૨૫ સ્ત્રી સહિત કુલ ૫૨ (બાવન) અરજીઓ રજુ થઇ હતી. તેમજ ફોર્મ નં-૮ માં નામ, અટક, સરનામું, ઉંમર, જન્મતારીખ, ફોટો વગેરે જેવી બાબતોમાં સુધારા-વધારા માટે ૯૧૦ પુરૂષ અને ૯૨૨ સ્ત્રી સહિત કુલ ૧૮૩૨ અરજીઓ સ્વીકારવામાં આવી હતી. આમ, નર્મદા જિલ્લામાં તા. ૨૩ મીની ખાસ ઝુંબેશમાં ઉપરોકત વિવિધ પ્રકારની કામગીરી માટે ૧૭૯૧ પુરૂષ અને ૧૭૮૬ સ્ત્રી મળી કુલ ૩૫૭૭ જેટલી અરજીઓ-હક્કદાવાઓ સ્વીકારાયાં હતા.

નર્મદા જિલ્લામાં ગત તા. ૧ લી જુલાઇથી તા. ૨૩ જુલાઇ, ૨૦૧૭ સુધી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કામગીરી સંદર્ભે ફોર્મ નં-૬ માં કુલ ૨૬૧૮ નવા મતદારોની નોંધણી માટેની અરજીઓ રજુ થઇ હતી, જયારે ફોર્મ નં-૭ માં ૧૬૬૩, ફોર્મ નં-૮ માં ૩૩૧૭ અને ફોર્મ નં-૮ ક માં કુલ ૨૨૧ અરજીઓ સાથે જિલ્લામાં તા. ૨૩ મી જુલાઇ સુધી કુલ- ૭૮૧૯ જેટલી વિવિધ કામગીરી માટેની હક્કદાવાઓ અને વાંધાઓ અંગેની અરજીઓ જિલ્લા ચૂંટણી તંત્રને પ્રાપ્ત થઇ છે.

તા. ૨૩ મી જુલાઇના રોજ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ  હેઠળ જિલ્લામાં હાથ ધરાયેલી કામગીરીનું જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા મત વિભાગના નાના કાકડીઆંબા અને કોલીવાડા (બુઝર્ગ) મતદાન કેન્દ્રની મુલાકાત લઇ આ કેન્દ્રો ખાતે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની ઉક્ત મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.બી. મોડીયા અને દેડીયાપાડાના મતદાર નોંધણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી ડી.એન. ચૌધરી પણ સાથે જોડાયા હતા. જયારે જિલ્લાના નાંદોદ વિધાનસભા વિસ્તારના મતદાર નોંધણી અધિકારીશ્રી ધવલ પંડયા તેમજ સંબંધિત તાલુકાના મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓ અને મામલતદારશ્રીઓએ પણ તેમના વિસ્તારમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી હાથ ધરાયેલી મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની કામગીરી નર્મદા જિલ્લાની સંબંધિત તાલુકા મામલતદાર કચેરીઓ ખાતે તા.૩૧ મી જુલાઇ, ૨૦૧૭ સુધી ચાલુ રહેશે, જેની પણ ખાસ નોંધ લઇ તેનો લાભ લેવા જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી જાહેર અપીલ કરાઇ છે. તદ્ઉપરાંત જિલ્લાના તમામ મતદાન કેન્દ્રોના BLO હવે તા. ૨૪ મી જુલાઇ થી તા. ૩૧ મી જુલાઇ, ૨૦૧૭ સુધીમાં પોતાના વિસ્તારમાં ડોર-ટુ-ડોર વિઝીટ કરીને હજીપણ લાયકાત ધરાવતા ૧૮ થી વધુ વર્ષની વયના અને શારિરીક ખોડખાપણ ધરાવતાં દિવ્યાંગ નાગરિકો સહિત નામ નોંધણીમાં બાકી રહી ગયેલા અન્ય નાગરિકો કે નામ કમી કરવા કે જરૂરી સુધારા વધારા કરાવવાના બાકી રહી ગયેલ હોય તેવા મતદારોએ સંબંધિત BLO સમક્ષ જરૂરી પુરાવા સાથેની વિગતો નિયત ફોર્મમાં આપવાની રહેશે. જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા કરાયેલી આ ખાસ સુવિધાનો લાભ લેવાની આ છેલ્લી તક હોઇ, ઉક્ત કામગીરી માટે આ સુવિધાનો બાકી રહી ગયેલા નાગરિકોને લાભ લેવા પણ જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી ખાસ અનુરોધ કરાયો છે.

Related posts

સાબરમતી કાંઠે બુદ્ધની ૮૦ ફુટ ઉંચી પ્રતિમા બનાવાશે

aapnugujarat

નરેન્દ્ર મોદી ફરી એપ્રિલ મહિનામાં આવશે ગુજરાતના પ્રવાસે, આદિવાસી સંમેલનનો થશે કાર્યક્રમ

aapnugujarat

કેતન પટેલ કસ્ટોડિયલ ડેથમાં ત્રણ આરોપીને સાત દિવસના રિમાન્ડ મળ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1