Aapnu Gujarat
ગુજરાત

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ખેડૂતોને વળતર આપવા માંગ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

સમગ્ર સુરેન્દ્રનગર જીલ્લા સહિત ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત છે ત્યારે મુખ્યમંત્રી કીસાન સહાય યોજના હેઠળ ખેડૂતો ને વળતર ચૂકવવા ની માંગણી બળવતર બની છે ત્યારે મુળી ના ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા એ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો તેઓએ જણાવ્યું હતુ કે મુખ્યમંત્રી કીસાન સહાય યોજના નાં કાયદા અને નિયમો સરકારે ઘડ્યાં છે જેમાં ૨૮ દિવસ સુધી વરસાદ ન થાય તો ખેડૂતો ને હેક્ટર દીઠ ૨૦ હજાર થી ૨૫ હજાર સહાય ચુકવવા ની થાય છે અને વધુ માં વધુ ૪ હેક્ટર સુધી ની સહાય ચૂકવવા ની ગાઈડ લાઈન મુજબ ખેડૂતો હક્કદાર બને છે ત્યારે આજે તે ૨૮ દિવસ નાં આજે ૩૪ દિવસ જેટલો સમય પુરો થયો છે તો સહાય ચૂકવવા માટે આપ ક્યારે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરશો? સરકાર અત્યારે તેઓ ની સિધ્ધિ ની પ્રસિદ્ધિ માટે ની ઉજવણી નવ દિવસ ચાલી હતી અને પ્રજા સમક્ષ વાહવાહી મેળવી હતી ત્યારે આ મુખ્યમંત્રી કીસાન સહાય યોજના બાબતે કેમ એક અક્ષર પણ નથી બોલતાં? હાલ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતો ને ડેમમાં થી પાણી આપવામાં આવશે પરંતુ વરસાદ જ નથી ત્યારે સૌરાષ્ટ્ર નાં એક પણ ડેમ પાણી થી ભરેલા નથી ત્યારે તમો ક્યાં ડેમ માં થી પાણી ખેડૂતો ને આપશો? અને સૌરાષ્ટ્ર નાં તમામ ખેડૂતો ને પાણી નો લાભ મળવાનો નથી તો એમનાં માટે શું? જેવા સણસણતા સવાલો ઉભા કર્યા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યંત ખરાબ પરીસ્થીતી ખેડૂતો ને ઉભી થઇ છે ત્યારે ખેડૂતો ને બચાવવા માટે અને રાહત આપવા માટે સરકાર દ્વારા જ જાહેર કરવામાં આવેલ મુખ્યમંત્રી કીસાન સહાય યોજના ની ગાઈડ લાઈન મુજબ જ ખેડૂતો માંગણી કરી રહ્યા છે ત્યારે હવે તાત્કાલિક અસરથી ચુકવણી ચાલુ કરવી જોઈએ એ પણ નિયમ મુજબ જ માગણી ખેડૂતો કરી રહ્યા છે જ્યારે આ મુખ્યમંત્રી કીસાન સહાય યોજના જ્યારે લોંચ કરવામાં આવી ત્યારે મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી, કૃષિમંત્રી, સહિત અનેક દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી મોટી મોટી જાહેરાતો કરી હતી પણ જ્યારે ચુકવવા માટે નાં દિવસો આવેલ ત્યારે તમામ નાં મોઢા સિવાય ગયાં છે તેવા સવાલો આક્રોશ સાથે કરવામાં આવેલ છે

Related posts

જાંબુઘોડામા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓની નિયુક્તિ કરાઈ

editor

CM congratulates winners of various competitions of ‘Maa Narmada Mahotsav’

aapnugujarat

22 अगस्त से दौड़ने लगेंगी एसटी की 40 वॉल्वो और एसी सीटर-स्लीपर बसें

editor

Leave a Comment

UA-96247877-1