Aapnu Gujarat
ગુજરાત

બાવલું પોલીસે લોકડાઉનનું કડક હાથે અમલ કરાવતા બિન જરૂરી ફરતા લોકોનો મહિલા પી.એસ.આઈ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અપપ્રચાર

  બાવલું પોલીસે કોરોના ના કહેરમાં કડક હાથે પગલાં લેતા સેવાના નામે ફરતા કેટલાય લોકો ઝડપાયી ગયા હતા તેમને છોડાવવા ગયેલા કહેવાતા ગોડ ફાધરો ને મહિલા પી.એસ.આઈ એસ.એન.સોનારાએ વિલે મોઢે પાછા વાળતા તેમણે સોશિયલ મીડિયામાં બાવલું પોલીસ સ્ટેશનના દબંગ મહિલા પી.એસ.આઈ વિરુદ્ધ ખોટા લોકોને પકડી ને જેલ હવાલે કરતા હોવાનો ખોટો પ્રચાર કરતા સ્થાનિકો માં ગણગણાટ વ્યાપી ગયો હતો.

  સમગ્ર વિશ્વ કોરોના ના કહેરમાં આવી ગયું હોવાથી બધા દેશો પોતપોતાની રીતે કોરોના ના કહેરને નાથવાના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ભારતમાં પણ લોકડાઉન ના નિયમનું ચુસ્ત પણે પાલન કરાવી કોરોના ના કહેર ને નાથવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.

લોકડાઉનના સમયમાં લોકોને ઘરમાં બેસી રહેવાની ફરજીયાત પણે હાલત થયી રહી છે ત્યારે અમુક લોકો કોરોના વાયરસ ની ગંભીરતા સમજ્યા વિના બિનજરૂરી રીતે બહાર આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે.બિન જરૂરી આંટાફેરા મારતા લોકો ધ્યાનમાં આવતા બાવલુ પોલીસ દ્વારા કડક હાથે કામ લઈ જિલ્લા કલેકટરના જાહેરનામા ભંગ ના ગુન્હામાં કેટલાય લોકોને ઝડપી લેતા તેમના રાજકીય ગોડ ફાધરો તેમને છોડાવવા મેદાને પડ્યા હતા.રાજકીય ગોડફાધરો આરોપીઓને છોડાવવા બાવલું પોલીસ સ્ટેશનના દબંગ મહિલા પી.એસ.આઈ એસ.એન.સોનારા જોડે આવતા તેમણે કોરોનાની ગંભીરતા સમજાવી તેમને છોડવાની કે બહાર ફરવા મંજૂરી આપવાનો ઇન્કાર કરી દેતા ગોડફાધરો વીલા મોઢે પરત આવ્યા હતા. બાવલું પી.એસ.આઈ.એ આરોપીઓને ના છોડતા રાજકીય ગોડફાધરના માણસોએ મહિલા પી.એસ.આઈ. ને બદનામ કરવાના હેતુથી સોશિયલ મીડિયામાં બાવલું પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઈ.એસ.એન.સોનારા સત્તાનો દુરુપયોગ કરી લોકડાઉનમાં સરપંચ તેમજ ગામના આગેવાનોને સરકાર દ્વારા સોંપવામાં આવેલ કામ કરવા દેતા નથી જો કોઈ સેવાનું કાર્ય કરે તો તેમને અપમાનિત કે લોકડાઉનના ભંગ નો ગુન્હો નોંધી મારઝૂડ કરી જેલ હવાલે કરી દે છે તેથી ખેડૂતો ખેતરમાં જતા ડરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરી એક બે રાજકીય નેતાનું જાહેરમાં અપમાન કરે છે જેથી તેમને તાત્કાલિક તેમને સત્તા અને જવાબદારીઓનું ભાન કરાવવામાં આવે તેવો અપપ્રચાર કરવામાં આવી રહ્યો છે જ્યારે બીજી બાજુ બાવલું પોલીસ સ્ટેશનના દબંગ મહિલા પી.એસ.આઈ. બાહોશ અને નીડર સ્વભાવના હોવાથી તેઓ લોકડાઉન નું પાલન કડક હાથે કરાવે જે ખૂબ જ સારી કામગીરી હોવાથી અમુક માણસો રોષે ભરાયેલ છે અને તેઓ તેમના વિરુદ્ધ ખોટો પ્રચાર કરી રહ્યા છે પરંતુ લોકો તેમની સાથે હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બોક્સ

દોઢ મહિના પહેલા લગ્ન થયા હોવા છતાં મહિલા પી.એસ.આઈ. ફરજસ્થળે હાજર

બાવલું પોલીસ સ્ટેશનના દબંગ મહિલા પી.એસ.આઈ. એસ.એન.સોનારા ના લગ્ન 22 ફેબ્રુઆરી ના રોજ થયા હતા પરંતુ કોરોના વાયરસની મહામારી માં પોતાની ફરજ ને અગ્રીમતા આપી લગ્નના 10 જ દિવસમાં ફરજ સ્થળે હાજર થયી ગયા હતા.લગ્નના ટૂંકા ગાળામાં લોકોની સેવાના કામને પ્રાથમિકતા આપી પોતાના સપના એકબાજુ મૂકી લોકસેવાનું કામ કરતા પી.એસ.આઈ.વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અપપ્રચાર ફેલાતા લોકોમાં અપ્રચાર ફેલાવતા લોકો સામે ગુસ્સો ફૂટી નીકળ્યો હતો.

આપણું ગુજરાત ન્યુઝ-કડી
જૈમિન સથવારા

Related posts

દિયોદર તાલુકાના નવા ગામે વર્ષો જૂની પરંપરાગત ગવાતી ગરબીની અનોખી રમઝટ

aapnugujarat

પાટીદારોની ચીમકી, માંગ પુરી ન કરાતા હવે ગાંધી આશ્રમ અને સીએમ નિવાસ બહાર ધરણાં કરીશું

aapnugujarat

જો તમારા હાથમાં આ નિશાન હશે તો તમારું ઘર બનીને જ રહેશે, જાણો કઈ ઉંમરે પૂરી થાય છે આ ઈચ્છા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1