Aapnu Gujarat
ગુજરાત

દિયોદર તાલુકાના નવા ગામે વર્ષો જૂની પરંપરાગત ગવાતી ગરબીની અનોખી રમઝટ

સમગ્ર દેશમાં નવરાત્રિ મહોત્સવનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવતું હોય છે. આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગરબા ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકે જાણીતી છે. આ નવ દિવસ મા દુર્ગાની આરાધના કરવામાં આવે છે. ઠેર ઠેર ખેલૈયાઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવતી હોય છે તો કેટલાય ગામડામાં પ્રાચીન ગરબી થતી હોય છે.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના નવા ગામમાં ૮૦ વર્ષ જૂની પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. જોકે આ ગામમાં વર્ષો જુની પરંપરાથી ગવાતી ગરબી આજે પણ ગામ લોકોએ જાળવી રાખી છે, નવાગામમાં વડીલો યુવાનો સાથે મળી પ્રાચીન ગરબાની રમઝટ બોલાવે છે. લગભગ ૮૦ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ગામના વડીલો યુવાનો દ્વારા આજે પણ ગરબા ગાઈ તાળીઓના તાલે રમઝટ બોલાવતા જોવા મળે છે. વારસામાં મળેલી ગરબીની અનોખી રમઝટ આજે પણ આ ગામના યુવાનો અને વડીલો શોભાવી રહ્યા છે. નવરાત્રીમાં ગામના યુવાન નાગજી ચૌધરી દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી પ્રાચીન ગરબા ઉત્સાહપૂર્વક ગાઈ યુવાનોને પ્રાચીન ગરબા કેવી રીતે ગવાય તેની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. નવરાત્રી મહોત્સવમાં જેતપુરી ગોસ્વામી, ખેતાબા,જેઠાભાઈ. જેસુંગભાઈ પટેલ, નાગજીભાઈ પટેલ અમરાભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ ,જીવાભાઈ પટેલ, જામાભાઈ પટેલ (શિક્ષક), જયંતીભાઈ પટેલ (મંત્રી), રૂગનાથભાઈ પટેલ ,ભરતભાઈ પટેલ,મહેશભાઈ ચૌધરી (શિક્ષક), લાલજીભાઈ નાઈ સહિત ગામના વડીલો, યુવાનો. માતાઓ બહેનો બાળકો ઉપસ્થિત રહી નવરાત્રી મહોત્સવને સફળ બનાવે છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)

Related posts

साइबर सेल के PSI मिश्रा गिरफ्तार

editor

લીંબડી કેળવણી મંડળ દ્વારા બાળકોને સન્માનિત કરાયા

editor

પાલડી વિકાસ ગૃહમાંથી ૧૯ વર્ષીય યુવતી ફરાર થઇ ગઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1