Aapnu Gujarat
ગુજરાત

પાલડી વિકાસ ગૃહમાંથી ૧૯ વર્ષીય યુવતી ફરાર થઇ ગઇ

શહેરના પાલડી વિકાસ ગૃહમાંથી ગઇ મોડી રાત્રે ૧૯ વર્ષીય યુવતી ભાગી જતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. પાલડી વિકાસ ગૃહના સત્તાવાળાઓ તરફથી આ સમગ્ર બનાવ અંગે એલિસબ્રીજ પોલીસમથકમાં જાણ કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં પોલીસે ફરાર થઇ ગયેલી યુવતીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, પાલડી વિકાસ ગૃહમાંથી ૧૯ વર્ષીય એક યુવતી ગઇકાલે રાત્રે ૧૧થી ૨ દરમ્યાન બાથરૂમ જવાના બહાને બાથરૂમની બારી તોડીને તેમાંથી યેનકેન પ્રકારે બહાર નીકળવામાં અને ભાગી છૂટવામાં સફળ રહી હતી. વિકાસ ગૃહમાંથી યુવતી ભાગી જતાં સમગ્ર પ્રાંગણમાં ભારે ચકચાર મચી ગઇ હતી. વિકાસ ગૃહની અન્ય યુવતીઓ અને સ્ટાફ કર્મચારીઓમાં પણ યુવતીની ભાગી જવાની ઘટનાને લઇ ભારે ચર્ચા ચાલી હતી. સવારે પાલડી વિકાસ ગૃહ સત્તાધીશો તરફથી તેમના ત્યાંથી યુવતી ભાગી ગઇ હોવાની જાણ એલિસબ્રીજ પોલીસમથકને કરાઇ હતી. પોલીસે હાથ ધરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, ૧૯ વર્ષની આ યુવતી મૂળ મુંબઇની છે અને તે મુંબઇ ખાતેથી અમદાવાદ શહેરના ઓઢવ નારી ગૃહમાં અગાઉ ટ્રાન્સફર કરાઇ હતી અને ત્યાંથી ફેબ્રુઆરી-૨૦૧૮માં જ હજુ અહીં પાલડી વિકાસ ગૃહમાં ટ્રાન્સફર કરાઇ હતી. જો કે, અહીંથી પણ આ યુવતી યુકિતપૂર્વક ભાગી છૂટવામાં સફળ રહી હતી. બીજીબાજુ, પાલડી વિકાસ ગૃહમાંથી આ પ્રકારે યુવતી ભાગી જવાની ઘટનાને લઇ ગૃહ સત્તાવાળાઓની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠયા છે કારણ કે, અગાઉ પણ અવારનવાર વિકાસ ગૃહમાંથી યુવતીઓ ભાગી છૂટવાની ઘટનાઓ બની ચૂકી છે. પોલીસે યુવતીના ફોટા અને માહિતીના આધારે તેને ઝડપી પાડવા રેલ્વે સ્ટેશન, એસટી બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો અને સંભવિત સ્થાનો પર તપાસ ચલાવી છે.

Related posts

દિયોદરમાં ગણપતિ ઉત્સવની સાદગીથી ઉજવણી

editor

मोदी की जनलक्षी नीति से देश में भगवा लहराया : जीतू वाघाणी

aapnugujarat

New Motor Vehicles Act will be implemented in Gujarat from 16th September

aapnugujarat

Leave a Comment

UA-96247877-1