Aapnu Gujarat
ગુજરાત

દિયોદરમાં ગણપતિ ઉત્સવની સાદગીથી ઉજવણી

કોરોનાની મહામારી વચ્ચે સરકારની ગાઈડ લાઈન મુજબ ઉજવાતા મેળા ઉત્સવો પર હાલ બંધ રાખવા મા આવ્યા છે ત્યારે હાલ ચાલતા ગણપતિ મહોત્સવ દરમિયાન દિયોદર ખાતે દિયોદર શ્રી ગજાનન યુવક મંડળ દ્વારા ભારે ઉલ્લાસ અને વરધોડા સાથે ઉજવાતો આ ઉત્સવ સાદગીપૂર્વક યોજવાનું નક્કી કર્યું છે ત્યારે આ વર્ષે કોરોનાની મહામારીને લીધે ભાવિ ભક્તોમાં સોશિયલ ડિસ્ટન્સ રાખી ગણપતિ દાદાની મૂર્તિની પૂજા કરવામાં આવી હતી. આ વર્ષે કોરોનાની મહામારી અને સરકારની ગાઈડ લાઈન મુજબ ભારે ઉત્સવ કે વરધોડા સાથે નહીં પણ સાદગી પૂર્વક ગણપતિ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. દિયોદર શ્રી ગજાનન યુવક મંડળ અને ભાવિ ભક્તો સરકારની ગાઈડ લાઈન મુજબ ભારે ઉલ્લાસ કે વરઘોડા નીકાળ્યા વગર ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. દિયોદર ગણપતિ બાપાના મંદિરે દિયોદર શ્રી ગજાનન યુવક મંડળ દ્વારા ગણપતિ બાપા ની મૂર્તિ રાખી પૂજા, અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી ગજાનંદ યુવક મંડળના પ્રમુખ અનુપ ઠાકોર , યોગેશ હાલાણી, ભાસ્કર રાવલ, શાસ્ત્રી રમેશ ત્રિવેદી, તુષાર ત્રિવેદી, જયેશ સહાયતા, રાજુ ચૌહાણ, હંસવન ગોસ્વામી, પ્રતીક પઢીયાર, ભાવેશ અખાણી, મહેન્દ્ર ખત્રી સહિત મંડળના સભ્યો અને બહેનો દ્વારા મૂર્તિની સ્થાપના, હોમ, હવન અને આરતી કરી સાદગી પૂર્વક ઉત્સવ મનાવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

લોકસભા ચૂંટણીમાં પ્રથમવાર દિવ્યાંગ માટે મતદાન કેન્દ્ર હશે

aapnugujarat

માનવી ત્યાં સુવિધાને પહોંચાડવા સરકાર સજ્જ

aapnugujarat

વેલેન્ટાઇન ડેના દિવસે બજરંગદળ-વિહિપ કાર્યકરો દ્વારા પ્રેમીપંખીડાને દોડાવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1