Aapnu Gujarat
ગુજરાત

વેલેન્ટાઇન ડેના દિવસે બજરંગદળ-વિહિપ કાર્યકરો દ્વારા પ્રેમીપંખીડાને દોડાવાયા

વેલેન્ટાઇન ડે ના પ્રેમના દિવસે આજે શહેરના રિવરફ્રન્ટ પર બેઠેલા પ્રેમીપંખીડાઓને બજંરગદળ અને વીએચપીના સંખ્યાબંધ કાર્યકરોએ આજે નિશાન બનાવ્યા હતા અને લાકડીઓ-પાઇપો ફટકારી તેઓને ત્યાંથી ભગાડયા હતા. એક તબક્કે પ્રેમી પંખીડાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. બાદમાં કેટલાક પ્રેમીપંખીડાઓએ પોલીસને ફરિયાદ કરતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે આવી તાનાશાહી ચલાવી રહેલા બજરંગદળ અને વીએચપીના કાર્યકરોની અટકાયત કરી હતી. બીજીબાજુ, સ્થાનિક રહીશો અને આમજનતામાં એવી જોરદાર ચર્ચા અને સવાલો ઉઠયા હતા કે, વેલેન્ટાઇન ડેના દિવસે જ આ બજરંગદળ અને વીએચપીના કાર્યકરો કેમ સક્રિય થાય છે અને પ્રજાની મોંઘવારી સહિતના પ્રાણપ્રશ્નો સમયે લોકોની સાથે રહેવાને બદલે કયાં જતા રહે છે? પ્રેમ કરવાની ઉમંર હોયમાં પ્રેમ કરી રહેલા નિર્દોષ પ્રેમીપંખીડાને ખોટી રીતે કનડગત કરી, રંજાડી બજરંગદળ કે વીએચપીના કાર્યકરો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા હોવાની લાગણી પણ લોકોએ વ્યકત કરી હતી. વેલેન્ટાઇન ડેના વિરોધમાં બજરંગદળ અને વીએચપીના કાર્યકરો છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા કરી રહ્યા હતા અને ગઇકાલે રાત્રે આ મુદ્દે મીટીંગો પણ યોજાઇ હતી. દરમ્યાન આજે ઉસ્માનપુરાથી લઇ આશ્રમરોડ વલ્લભસદન સુધીના સાબરમતી રિવરફ્રન્ટના પટ્ટા પર બેઠેલા પ્રેમીપંખીડાઓને વહેલી સવારે જ હાથમાં કેસરી ઝંડા અને લાકડીઓ-પાઇપો લઇને નિશાન બનાવવામાં આવ્યા. શાંતિથી પ્રેમની વાતો કરી રહેલા પ્રેમીપંખીડાઓને બજરંગદળ અને વીએચપીના કાર્યકરોએ તેમના વાહનોને લાકડીઓ ફટકારી ધમકાવ્યા હતા અને તેમની પાછળ પડી રીતસરના દોડાવ્યા હતા. બજરંગદળ અને વીએચપીના કાર્યકરોએ એક તબક્કે જાતે જ કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરતાં મામલો વણસ્યો હતો. કેટલાક પ્રેમીપંખીડા સાથે કાર્યકરોને જોરદાર ઘર્ષણ થયું હતું. બાદમાં ઉશ્કેરાયેલા પ્રેમીપંખીડાઓએ તાત્કાલિક આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસ તરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વાતાવરણ ડહોળી રહેલા બજરંગદળ અને વીએચપીના દસથી વધુ કાર્યકરોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

શાહીબાગમાં માથામાં પથ્થર મારી મહિલાની હત્યા

aapnugujarat

મેન્ટેનન્સનાં અભાવે ગુજરાત માલિકીની દુરન્તો ટ્રેન મુંબઈને સોંપાઈ

aapnugujarat

गुजरात में स्वाइन फ्लू से और ८की मौत : चिंताजनक स्थिति

aapnugujarat

Leave a Comment

UA-96247877-1