Aapnu Gujarat
ગુજરાત

દેઉસણામાં પત્નીએ પતિની હત્યા કરતાં સનસનાટી

કડી તાલુકામાં આવેલ દેઉસણા ગામની સીમમાં આવેલ ખેતરની ઓરડીમાં પત્નીએ આડા સંબંધોની શંકામાં પતિની હત્યા કરી લાશને ઓરડીમાં દાટી દીધી હતી. દેઉસણા ગામનો યુવક છેલ્લાં પાંચ દિવસથી ગુમ હતો જેની ઘરવાળાએ શોધખોળ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી નહતી.ઓરડીમાંથી અસહ્ય દુર્ગંધ આવતા આસપાસના ખેતરમાં કામ કરતા મજૂરોએ ઓરડીમાં તપાસ કરતા જમીનમાં કંઇક દાટેલ હોવાનું જણાતા તાત્કાલિક ગામના સરપંચ સહિત ગામ લોકોને જાણ કરી હતી.
સ્થાનિકોએ તાત્કાલિક કડી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઓરડીમાં ખોદકામ કરતા લક્ષ્મણજી ઠાકોરની લાશ દફનાવાયેલ જોઈને ચોંકી ગઈ હી. હત્યાની જાણ થતાં મહેસાણા એલ.સી.બી.,એસ.ઓ.જી. તથા ડી.વાય.એસ.પી. સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે એફ.એસ.એલ. અને ડોગ સ્કવોડની મદદથી તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે મૃતક યુવાનની ઓળખ કરી ઘરના સભ્યોની ઉલટ તપાસ પણ કરી હતી.મૃતકની પત્ની છેલ્લા એક વર્ષથી તેના પતિ ઉપર આડા સંબંધાા્‌નો વહેમ રાખતી હતી જેથી બંન્ને વચ્ચે અણબનાવ રહેતો હતો. લક્ષ્મજીએ પહેલી પત્ની સાથે અણબનાવ બનતા મહારાષ્ટ્રની યુવતી જોડે ફરીથી લગ્ન કર્યા હતા જેમાં તેમને એક દીકરો અને બે દીકરી છે. પોલીસને મૃતકની પત્ની ઉપર શક પડતા તેની આકરી પૂછપરછ કરતા તેણી ભાગી પડી હતી અને આડા સબંધોની આશંકામાં તેણે પિા્‌ની હત્યા કર્યું હોવાનું કબૂલી લીધું હતું.
આરોપી પત્નીએ ઓરડીમાં પડેલ ખાટલામાં ભર નિંદ્રામાં પોઢી રહેલ પતિ ઉપર તેણે માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી તેની હત્યા કર્યું હોવાનું કબૂલી લીધુ હતું.
(અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

રાજ્યભરમાં વરસાદ વરસ્યો

editor

લીંબડીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું નિધન

editor

अहमदाबाद शहर में २०५.९३ करोड़ रुपये के रास्ते धुल गये

aapnugujarat

Leave a Comment

UA-96247877-1