Aapnu Gujarat
ગુજરાત

આરએસએસ વિરમગામ જિલ્લાનું એકત્રીકરણ યોજાયું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિરમગામ જિલ્લાની આયોજન બેઠક વર્ષ ૨૦૧૯-૨૦માં નિશ્ચિત થયા મુજબ વિરમગામ જિલ્લાનું એકત્રીકરણ ગત રવિવારે વિરમગામ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું જેની પૂર્વ તૈયારી જૂન માસથી એકત્રીકરણ સુધી ચરણબદ્ધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જીલ્લાના કુલ ૧૮૪ ગામના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામ જીલ્લાના વિરમગામ, માંડલ, દેત્રોજ, બોપલ, સાણંદ, પાટડી, દસાડા તાલુકાના કુલ ૩૭ મંડલમાંથી ૧૩૪૫ સ્વયંસેવકો ઉપસ્થિતિ રહ્યા હતા. જીલ્લાના તમામ તાલુકાઓના ગામ સુધી સંપર્ક કરી ભારત માતાના ફોટો પહોંચાડવામાં આવ્યા અને સ્વયંસેવકો પોતાના ગામમાંથી ભારત માતાનો ફોટો લઇને સ્વયંસેવકો એકત્રીકરણમાં પહોંચ્યા હતાં.જીલ્લાના ૨૦૦થી વધુ કાર્યકર્તાઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સતત કાર્યરત રહ્યાં હતા. જીલ્લા એકત્રીકરણમાં ૭૦ ટકા નવી ભરતી યુવાશક્તિ જોડાઈ. કુલ ૩ સત્રોમાં એકત્રીકરણનો મૂળ ઉદ્દેશ – કાર્ય વિસ્તાર કરવા માટે સૌ સ્વયંસેવકો તત્પર બન્યા હતા. સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત સહ કાર્યવાહ મહેશ ઓઝા, સુરેન્દ્રનગર વિભાગ સંઘચાલક ચંદ્રકાંત ત્રિપાઠી, વિરમગામ જીલ્લાના સંઘચાલક ડૉ.સંજય પરીખ સહિત પ્રાંતીય, વિભાગીય અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિએ એકત્રીકરણને પ્રોત્સાહિત કર્યું હતું. ઘોષ નિદર્શન તથા પ્રત્યક્ષ એક કલાકની શાખા સાથે એકત્રીકરણ સમાપ્ત થયું હતુ. અલગ અલગ સત્રોમાં સંઘની છ ગતિવિધિના કાર્યો તથા અનુવર્તનકાર્યની યોજના બનાવવામાં આવી હતી. આ એકત્રીકરણ કાર્યક્રમમાં જ્યેષ્ઠ સ્વયંસેવકોની ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. જીલ્લા એકત્રીકરણમાં આવેલા સ્વયંસેવકોએ ભારતના મહાપુરૂષોની પ્રદર્શની તથા રંગોળી નીહાળી, સેલ્ફી પોઇન્ટ પર તસવીરો લીધી અને રાષ્ટ્રીય વિચારોને પ્રોત્સાહીત કરતા સાહિત્યની ખરીદી કરી હતી.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

તુર્કીમાં 4 ગુજરાતી વિદ્યાર્થીઓનાં કાર અકસ્માતમાં મોત

aapnugujarat

રાજકોટમાં ૨૮ કરોડની નકલી રેલ્વે ટિકિટનું કોભાંડ ઝડપાયું

aapnugujarat

‘પ્રેસ ડે’ના ઉપક્રમે પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ અને પ્રેસ અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે વેબિનાર યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1