Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હોટલ તેમજ લોટરી માટેના રેટ જીએસટી કાઉન્સિલ દ્વારા નક્કી

જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં હોટેલ, લોટરી માટેના જીએસટીના રેટ નક્કી કરવામાં આવ્યા હતા. નાણામંત્રી અરુણ જેટલીએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે, જીએસટીને પહેલી જુલાઈના દિવસથી જ અમલી કરવામાં આવનાર છે. તેમાં વિલંબની કોઇ શક્યતા નથી. જીએસટી કાઉન્સિલની આજે મળેલી બેઠકમાં બાકી રહેલી ચીજવસ્તુઓના પાસા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને અંતે ઇ-વે બિલ, જીએસટી રિટર્ન અને લોટરી તથા હોટલોમાં ટેક્સ રેટને લીલીઝંડી આપવામાં આવી હતી. નિયમોના છ સેટને મંજુરી આપવામાં આવી હતી. જીએસટીની ૧૭મી બેઠક ખુબ જ ઉપયોગી સાબિત થઇ હતી. જેટલીએ માહિતી આપતા કહ્યું હતું કે, કાઉન્સિલે ૨૦૦૦ અને ૭૫૦૦ રૂપિયાના રુમ વચ્ચે હોટલોના રુમ માટે ૧૮ ટકાના ટેક્સ રેટ નક્કી કર્યા છે જ્યારે ૭૫૦૦થી ઉપરના હોટેલ રુમ માટે ૨૮ ટકા ટેક્સ લાગૂ થશે. આવી હોટલમાં રેસ્ટોરન્ટ ઉપર જીએસટી જુદી જુદી સુવિધા ઉપર આધારિત રહેશે. અન્ય એરકન્ડીશન રેસ્ટોરન્ટ સાથેના રેસ્ટોરન્ટ ધરાવનાર હોટલો ઉપર ૧૮ ટકા રેટ રહેશે. કાઉન્સિલ દ્વારા ઇવે બિલ ઉપર વધુ ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ વૈકલ્પિક અથવા તો અન્ય નિયમો અંગે નિર્ણય લેવાશે.
ઇવેને લઇને હાલમાં ગુંચવણભરી સ્થિતિ હતી. હવે ૩૦મી જૂનના દિવસે આગામી બેઠક મળનાર છે. આજે મળેલી બેઠકમાં અન્ય પ્રધાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાઉન્સિલે નવા પરોક્ષ કરવેરા વ્યવસ્થાને અમલી બનાવવા માટેનો તખ્તો તૈયાર કરી લીધો છે. આ વ્યવસ્થાને હજુ થોડાક દિવસ સુધી ટાળી દેવા માટેની રજૂઆત કરવામાં આવી રહી હતી. જુલાઈ મહિના માટે કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવેલા સુધારેલા રિટર્ન ફાઇલિંગ ટાઇમટેબલ મુજબ સેલ રિટર્ન ૫મી સપ્ટેમ્બર સુધી ભરી શકાશે જે હજુ ૧૦મી ઓગસ્ટની તારીખ હતી. કંપનીઓ ઓગસ્ટ માટે સેલ ઇન વોઇઝ દાખલ કરી શકશે. ૨૦મી સપ્ટેમ્બર સુધી આને દાખલ કરી શકાશે. એસી હોટલ રુમ માટે રાહત આપવામાં આવી છે. કાઉન્સિલે આના માટે લિમિટ નક્કી કરી દીધી છે. કાઉન્સિલે બે સેગ્મેન્ટમાં ટેક્સ લોટરી અંગે નિર્ણય કર્યો છે જે પૈકી રાજ્યો દ્વારા સંચાલિત લોટરી પર ૧૨ ટકા જીએસટી જ્યારે રાજ્ય સત્તામાં આવતી લોટરી ઉપર ૨૮ ટકા ટેક્સ રહેશે. અત્રે ઉલ્લેનીય છે કે, ગયા રવિવારે જીએસટી કાઉન્સિલે અનેક પ્રોડક્ટ પર ટેક્સના દરોમાં સુધારા કરવાનો નિર્ણય કર્યો હતો. ખાસ કરીને ખેડૂતોને રાહત આપીને કાઉન્સિલે ટ્રેક્ટરના સાધનોને ૨૮ ટકાના સ્લેબથી દૂર કરીને ૧૮ ટકાના સ્લેબમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો. કોમ્પ્યુટર પ્રિન્ટર પર ૨૮ ટકાના બદલે ૧૮ ટકા ટેક્સ લાગૂ કરવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત કાજૂ ઉપર ટેક્સને ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરવાનો નિર્ણય કરાયો હતા. સિનેમાના ૧૦૦ રૂપિયાથી ઓછી કિંમતની ટીકીટ ઉપર ૨૮ ટકાના બદલે ૧૮ ટકા ટેક્સ લાગૂ કરવાનો નિર્ણય કરાયો હતો. જ્યારે આનાથી વધારે કિંમતની સિનેમા ટિકિટ ઉપર ૨૮ ટકાના ટેક્સ યથાવત રાખવાનો નિર્ણય કરાયો હતો. ઉપરાંત ટેલિકોમ સેક્ટર પર ૧૮ ટકા ટેક્સને જાળવી રાખવાનો નિર્ણય કરાયો હતો.

Related posts

उन्नाव कांड : केस दर्ज करने के बाद ऐकशन में सीबीआई

aapnugujarat

Pakistan supports terrorist groups for insignificant political gains : India in UNSC

aapnugujarat

भारतीय बैंकों में जमा राशि दुनिया में सबसे कम सुरक्षित

aapnugujarat

Leave a Comment

UA-96247877-1