Aapnu Gujarat
રમતગમત

હોકી વર્લ્ડ લીગ : પાકિસ્તાનને ૭-૧થી ભારતે કચડી નાંખ્યું

પ્રભાવશાળી દેખાવ વચ્ચે ભારતે આજે હોકી વર્લ્ડ લીગની સેમિફાઇનલમાં પાકિસ્તાનને ૭-૧થી કચડી નાંખીને શાનદાર જીત મેળવી હતી. ભારતે સતત ત્રીજી જીત મેળવી હતી. ભારત તરફથી તલવિન્દરસિંહ, હરમનપ્રિત સિંહ અને આકાશદીપસિંહે બે બે ગોલ ફટકાર્યા હતા. પુલ બીમાં ભારતીય ટીમ ટેબલમાં ટોપ ઉપર પહોંચી ગઈ છે. ભારતે શાનદાર રમત રમી હતી. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રિતે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને જોરદાર દેખાવ કર્યો હતો. જ્યારે પરદીપમોરે બીજો પેનલ્ટી કોર્નરનો લાભ લીધો હતો. ભારત તરફથી તમામ ખેલાડીઓએ જોરદાર દેખાવ કરીને પાકિસ્તાન પર સતત દબાણ વધાર્યું હતું. તલવિન્દરે બે શાનદાર ગોલ ફટકાર્યા હતા. ભારત તરફથી તમામ ખેલાડીઓ આક્રમક દેખાયા હતા. ભારતે ૭-૧થી આ જીત મેળવી હતી. પાકિસ્તાન તરફથી એક ગોલ કરવામાં આવ્યો હતો જે મોહમ્મદ ઉંમર ભુટ્ટાએ કર્યો હતો પરંતુ ભારતે ૭-૧થી આ મેચ જીતી હતી. ભારત હવે તેની આગામી મેચ મંગળવારના દિવસે નેધરલેન્ડ સામે રમશે. પ્રથમ મેચમાં ભારતે સ્કોટલેન્ડ ઉપર જીત મેળવીને શાનદાર શરૂઆત કરી હતી. અત્રે નોંધનીય છે કે, દુનિયાની ૧૦ ટોપની ટીમો ચેમ્પિયન્સ લીગના પ્રથમ સેમિફાઇનલમાં એકબીજા સામે રમવા માટે તૈયાર છે. તમામ ટીમને બે પુલમાં વિભાજિત કરવામાં આવી છે જ્યાંથી બે પુલમાંથી ટોપ ચાર ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરશે. ભારતીય ટીમ અહીં પોતાના અભિયાનની શરૂઆત ૧૫મી જૂનના દિવસે કરી ચુકી છે. તમામ ટીમોની નજર આ ટુર્નામેન્ટ મારફતે ઓલિમ્પિકમાં ક્વાલીફાઇડ ઉપર કેન્દ્રીત રહેશે. છ નંબર પર રહેલી ભારતીય ટીમ રેન્કિંગમાં સુધારો કરવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે. વર્લ્ડ હોકી લીગ સેમિફાઇનલ લંડન અને જોહાનિસબર્ગમાં રમાશે. વર્ષ ૨૦૧૮ વિશ્વકપમાં સ્થાન મેળવવા માટે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. સાત ટીમ અહીંથી ભૂવનેશ્વરમાં યોાજાનાર વર્લ્ડ હોકી લીગની ફાઇનલમાં જગ્યા બનાવશે. ૧૦ ટીમોને વર્લ્ડ હોકી લીગની સેમિફાઇનલમાં ૨૦૧૮ વિશ્વકપથી તક મળશે. ટુર્નામેન્ટને લઇને ભારે રોમાંચની સ્થિતિ છે. ભારતીય ટીમ ખુબ જ મજબૂત ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ગ્રુપ એમાં આર્જન્ટીના, ચીન, આફ્રિકા, મલેશિયા અને ઇંગ્લેન્ડની ટીમો છે જ્યારે ગ્રુપ બીમાં નેધરલેન્ડ, ભારત, પાકિસ્તાન, કેનેડા અને સ્કોટલેન્ડની ટીમો છે. ભારતીય હોકી ટીમ પહેલાથી જ વર્લ્ડ હોકી લીગ ફાઇનલ અને વિશ્વકપ ૨૦૧૮ માટે ક્વાલીફાઈ કરી ચુકી છે. આજે માત્ર હોકીમાં જ નહી બલ્કે બેડમિંટનમાં પણ ઇતિહાસ સર્જ્યો હતો. ઇન્ડોનેશિયન ઓપન સુપર સીરીઝ બેડમિંટન ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સ વિભાગમાં ફાઈનલ મેચમાં ભારતના કિદામ્બી શ્રીકાંતે ઇતિહાસ સર્જ્યો હતો. કિદામ્બી શ્રીકાંતે જાપાનના કાજુમાસા સાકાઈને હરાવીને સિંગલ્સનો તાજ જીતી લીધો હતો. શ્રીકાંતે ૨૭ મિનિટ સુધી ચાલેલી મેચમાં હરીફ ખેલાડી ઉપર ૨૧-૧૧, ૨૧-૧૯થી જીત મેળવી હતી. આની સાથે જ આ તાજ જીતનાર પ્રથમ પુરુષ ખેલાડી બની ગયો હતો. ભારત તરફથી આ સફળતા અગાઉ કોઇએ પણ હાંસલ કરી ન હતી. શ્રીકાંતે શનિવારના દિવસે વિશ્વના નંબર વન ખેલાડી દક્ષિણ કોરિયાના સોનવાનને હાર આપીને ઇતિહાસ સર્જ્યો હતો.

Related posts

टेस्ट में टॉप ऑर्डर चिंता का विषय : विक्रम राठौड़

aapnugujarat

डिविलियर्स वापसी करने के इच्छुक : डु प्लेसिस

aapnugujarat

सटीकता बुमराह को खतरनाक बनाती है न कि यॉर्कर : मलिंगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1