Aapnu Gujarat
ગુજરાત

૨૪મીથી એરપોર્ટ ઉપર એસી લકઝરી બસ સેવા

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવતા પ્રવાસીઓને ઘણી વખત રિક્ષા,ટેકસી કે કેબ ન મળવાના કારણે પરેશાન થવુ પડે છે આ પરેશાનીમાંથી મુકિત અપાવવા માટે થઈને આગામી ૨૪ જૂનથી અમદાવાદ એરપોર્ટ ખાતેથી એસી લકઝરી બસસેવાનો આરંભ કરવામાં આવનાર છે.આ અંગે મળતી માહીતી અનુસાર,અમદાવાદ જનમાર્ગ દ્વારા ૨૪ જૂનથી રોજ સવારે ૪થી લઈને રાત્રીના ૧૧ સુધીના સમયગાળા દરમિયાન એસી લકઝરી બસસેવા શરૂ કરવામાં આવશે.આ બસમાં સીસીટીવી કેમેરા પણ લગાવવમાં આવ્યા છે.જેથી મુસાફરોની સલામતી રહી શકે.આ સાથે જ ૨૨.૭ કીલોમીટર સુધી આ બસ દોડાવવામાં આવશે.જનમાર્ગના સૂત્રોમાંથી મળતી માહીતી અનુસાર,આ બસમાં મુસાફરી માટે ૧૦ કીલોમીટર સુધી રૂપિયા ૩૦ ભાડુ રાખવામાં આવ્યું છે.મહત્તમ રૂપિયા ૫૦ ભાડાનો દર રાખવામાં આવ્યો છે.આ બસનું છેલ્લુ સ્ટોપ શહેરના એસ.જી.હાઈવે ઉપર આવેલા કર્ણાવતી કલબ રહેશે.આજ દિવસે જનમાર્ગ દ્વારા પ્રિ-પેઈડ કાર્ડ પણ લોંચ કરવામાં આવશે.જનમિત્ર તરીકે ઓળખાનારા આ કાર્ડને પ્રાઈવેટ બેંકો સાથે જોડવામાં આવ્યું છે.જેની મદદથી બીઆરટીએસ,એએમટીએસ અને મોલમાં પણ તેનો ઉપયોગ કરી શકાશે.

Related posts

धवलसिंह की हालत न घर के न घाट के : अल्पेश की हालत बदतर

aapnugujarat

સિવિલમાં ચાર પગવાળી પાંચ મહિનાની બાળકીનું સફળ ઓપરેશન કરાયું

aapnugujarat

म्युनि. में ३५ फूड इस्पेक्टरों के सामने १६ कार्यरत, कई केस पेन्डिंग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1