Aapnu Gujarat
ગુજરાત

કડીના નંદાસણ એસ્સાર પેટ્રોલપંપ નજીકથી પિસ્તોલ તેમજ ચાર જીવતા કારતૂસ સાથે બે શખ્સો ઝડપાયા

કડીના નંદાસણ પોલીસ મથકના પીએસઆઇ.એમ.જી.રાઠોડ,આઈ.બી.ચૌધરી સ્ટ્રાફ સાથે અમદાવાદ-મહેસાણા હાઇવે ઉપર નંદાસણ એસ્સાર પેટ્રોલપંપ નજીક વાહન ચેકિંગ કામગીરી દરમ્યાન ગેરકાયદેસર પિસ્તોલ અને ચાર જીવતા કારતુસ સાથે બે શખ્સો ઝડપી લઇ નંદાસણ પોલીસ મથકે આર્મ્સ એક્ટ ક.૨૫(૧) એ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા પોલીસ અધિક્ષકની સુચના અને મહેસાણા ડીવાયએસપી મંજિતા વણઝારાના માર્ગદર્શન હેઠળ બુધવારે સાંજના સુમારેે નંદાસણ પોલીસ મથકના પીએસઆઇ એમ.જી.રાઠોડ, આઇ.બી.ચૌધરી, અ હેડ કોન્સ્ટેબલ સંદિપ, અ હેડ હરીભાઇ સાથે અમદાવાદ-મહેસાણા હાઇવે ઉપર નંદાસણ એસ્સાર પેટ્રોલપંપ નજીક વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યાં હતા તે સમયે અમદાવાદ તરફથી એમપી-૦૯-વીયુ-૦૯૮૬ નંબરના કાળા કલરના બાઇક ઊપર ત્રણ ઇસમો આવતા પોલીસને જોઇ વાહન ઉભુ રાખતા એક શખ્સ ભાગી છુટયો હતો જેના પગલે નંદાસણ પોલીસે બે શખ્સોને કોર્ડન કરી પકડી લઇ તલાશી લેતા તેમની પાસેથી ગેરકાયદેસર પરમીટ વગરની પિસ્તોલ રુ.૧૦,૦૦૦/- તથા ચાર જીવતા કારતુસ મળી આવ્યા હતા જેના પગલે પોલીસે બંન્ને શખ્શો(૧)ગુર્જર સીયારામ ઉર્ફે શ્રીરામજી.ઝાલાવાડ (રાજસ્થાન)(૨) ઓઝા પ્રણવ ઉર્ફે સાનુ દિલીપભાઇ (ઉવ.૨૦ રહે. મકાન નં-૧૫૮ સાઇબાબા નગર દ્વારકાપુરી ઇનદોર(એમપી)વાળાને ઝડપી લઇ નંદાસણ પોલીસ મથકે આર્મ્સ એક્ટ ક.૨૫(૧)એ મુજબ ૪ ભીમરાજ (ઉવ.૪૧ રહે.કાકડદા તા.ખાનપુર) ગુનો નોંધી ભાગી ગયેલ શખ્સે અનુપસિંહ (રહે. ગ્વાલીયર)ને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

પેઢી કર્મચારીએ કિલો સોનું ચોરી લાખોનું ફેરવેલું ફુલેકું

aapnugujarat

रसिकलाल के हत्यारे घरघाटी शांतिलाल को राजस्थान से पकड़ा

aapnugujarat

गुजरात विधानसभा की 8 सीटों पर हुए उपचुनावों में भाजपा 7, कांग्रेस 1 पर आगे

editor

Leave a Comment

UA-96247877-1