Aapnu Gujarat
ગુજરાત

પેઢી કર્મચારીએ કિલો સોનું ચોરી લાખોનું ફેરવેલું ફુલેકું

શહેરના સીજી રોડ પર આવેલી સોના-ચાંદીની પેઢીમાં કામ કરતો એ કર્મચારી જ એક કિલો સોનુ, રૂ.૬.૫૦ લાખ રોકડા મળી કુલ રૂ.૪૪.૩૦ લાખની મત્તા પર હાથ સાફ કરી જતાં વેપારીઆલમમાં જબરદસ્ત ચકચાર મચી ગઇ છે. ખાસ કરીને જવેલર્સના વેપારીઓમાં આ બનાવને લઇ જોરદાર ચર્ચા ચાલી છે. આ બનાવ અંગે આરોપી કર્મચારી વિરૂધ્ધ નવરંગપુરા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેર બોપલ વિસ્તારમાં જલદીપ સોસાયટી ખાતે રહતા રાહુલભાઇ પટેલ સીજી રોડ પર સુપર મોલ કોમ્પલેક્ષમાં જીએસ બુલીયન નામની સોના-ચાંદીની લે-વેચની પેઢી ધરાવે છે. તેના ચાર ભાગીદારો પણ છે. આ પેઢીમાં ધ્રુમીલ રાજેશભાઇ પટેલ(રહે.સત્યમ એપાર્ટમેન્ટ, ઘાટલોડિયા) છેલ્લા ત્રણેક વર્ષથી નોકરી કરતો હતો. ધ્રુમિલ પેઢીના ગ્રાહકો સાથે સોનાચાંદીની લેવડદેવડનું કામકાજ અને કેશની સિલક તેમ જ સ્ટોકની નોંધ રાખવાનું કામ સંભાળતો હતો. ગત તા.૭-૧૨-૨૦૧૭ ના રોજ બપોરે ધ્રુમિલ તેની માતાની તબિયત બગડી હોવાનું કહીને રજા લઇને નોકરી પરથી નીકળી ગયો હતો. બીજીબાજુ, સીજી રોડ પર આવેલ સુવર્ણકલા જવેલર્સનો એક કિલો અને શિવરંજની ખાતે આવેલ ભગવતી જવેલર્સનો ૭૦૦ ગ્રામ સોનાની ડિલીવરીનો જે ઓર્ડર આવ્યો હતો, તેના અનુસંધાનમાં તપાસ કરતાં સોનાનો જથ્થો ઓછો જણાયો હતો. જેથી રાહુલભાઇએ તેમના ભાગીદાર અને અન્ય કર્મચારી સાથે સ્ટોક અંગે રોકડ રકમનો પણ હિસાબ ગણ્યો હતો તો તેમાં પણ રૂ.૬.૫૦ લાખ ઓછા નીકળ્યા હતા. આમ, એક કિલો સોનુ અને રૂ.૬.૫૦ લાખ ઓછા નીકળતાં ધ્રુમિલને ફોન કરાયો હતો પરંતુ તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. દરમ્યાન મોડી રાતે ધ્રુમિલ અને તેના પિતા રાહુલભાઇની દુકાને આવ્યા હતા અને જણાવ્યું હતું કે, ધ્રુમિલે સોના-ચાંદીનો સટ્ટો રમવા માટે ટુકડે ટુકડે સોનાની લગડીઓની ચોરી કરી માણેકચોકમાં વેચી દીધી હતી અને જે પૈસા આવ્યા તે પૈસા સટ્ટો રમવામાં હારી ગયો હતો. જો કે, તેઓએ એક મહિનામાં સોનાની લગડીની કિંમત અને રોકડ રકમ પરત કરવાની રાહુલભાઇને બાંહેધરી આપી હતી પરંતુ બાંહેધરીની આ સમયમર્યાદા પૂર્ણ થઇ જવા છતાં ધ્રુમિલ કે તેના પિતા તરફથી ન તો સોનું કે ન તો રોકડ રકમ ચૂકવાઇ, જેથી રાહુલભાઇએ આખરે આ સમગ્ર પ્રકરણમાં આરોપી ધ્રુમિલ રાજેશભાઇ પટેલ વિરૂધ્ધ નવરંગપુરા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

પ્રજાસત્તાક પરેડ : ઐતિહાસિક દાંડીયાત્રા વિષયક ટેબ્લો રહેશે

aapnugujarat

અમદાવાદમાં ૧૦ જુને હાર્દિક પટેલના નેતૃત્વમાં ‘સામાજિક ક્રાંતિકારી કાર્યકર્તા’ સંમેલન યોજાશે

aapnugujarat

શહેરા તાલુકાની કુલ ૨૪૪ સરકારી પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી રીફીલિંગ કામગીરી

editor

Leave a Comment

UA-96247877-1