Aapnu Gujarat
ગુજરાત

બજેટમાં કોઇ નક્કર પગલાઓ નથી : કોંગ્રેસ

એકબાજુ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારના બજેટની પ્રશંસા કરી છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે, આ બજેટમાં સામાન્ય લોકો માટે કોઇ પગલા લેવાયા નથી. મોંઘવારી હેઠળ ગરીબ લોકો કચડાઈ રહ્યા છે. કોંગ્રેસે બજેટની ઝાટકણી કાઢતા કહ્યું છે કે, બજેટમાં કોઇ નક્કર પગલા નથી. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું છે કે, બજેટમાં કોઇ પગલા ન લેવાતા અમે નિરાશ થયા છે. મોંઘવારીના બોજ હેઠળ પીસાઈ રહેલી પ્રજા માટે કોઇ પગલા લેવાયા નથી. સરકાર ક્યાં સુધી ખેડૂતોની આવક વધારશે તે બાબત હજુ સ્પષ્ટ નથી. બજેટમાં કોઇ નક્કર પગલા પણ લેવામાં આવ્યા નથી. બેરોજગારીની સમસ્યા તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી.

Related posts

“મારું ગામ -કોરોના મુક્ત ગામ” અભિયાનનો રાજ્યવ્યાપી ઈ-પ્રારંભ

editor

પ્રધાનમંત્રીશ્રીનો વર્ચ્યુઅલ ઉપસ્થિતિમા સખીમંડળની બહેનો સાથે સંવાદ

editor

HSRP લગાવવા માટેની મુદત હવે ૩૧ ડિસેમ્બર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1