Aapnu Gujarat
ગુજરાત

શહેરા તાલુકાની કુલ ૨૪૪ સરકારી પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી રીફીલિંગ કામગીરી

વર્તમાન સમયમાં શાળા સલામતીના ભાગરૂપે પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી અંતર્ગત ફાયર સેફટીને ધ્યાનમાં રાખી ૨૪૪ પ્રાથમિક શાળાઓમાં રીફીલિંગની કામગીરી વર્તમાન સમયે કાર્યરત છે. ધોરણ ૧ થી ૫ ની શાળાઓમાં વોટર ટાઈપ સીઓ-૨, બોટલ ૯ લીટર વજનમાં આવે છે જેના વડે લાકડું, પેપર, પ્લાસ્ટિક અને ઓફિસમાં યુઝની આગ નિયંત્રણ કરી શકાય છે, એબીસી પાવડર કેમિકલ ફોર્મ અને ડીસીપી ડ્રાય કેમિકલ પાવડર બંન્ને બોટલ ૧૦ કિલોગ્રામ વજનમાં આવે છે, તેનાથી પેપર, પ્લાસ્ટિક, લાકડું, ઓઈલ, રબર ફોર્મ, પેઈન્ટ, પેટ્રોલ, ડીઝલ, ગેસ, કેરોસીન, કેમિકલ, એલ.પી.જી. અને ઈલેક્ટ્રિસિટી શોર્ટ સર્કિટથી લાગતી આગને સમય મર્યાદામાં નિયંત્રણ કરી મોટી ઘટનાઓ કે આફતોને રોકી બાળકો અને શિક્ષણ પરિવારની સલામતી રાખી શકાય છે.
વિજાપુર પ્રા.શાળા ખાતે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ પરમાર, સી.આર.સી.દલાવાડા, સી.આર.સી.ખોજલવાસા અને સી.આર.સી.નવી વાડી, આચાર્ય મુકેશપુરી ગૌસ્વામી અને શાળા પરિવારની સાથે રૂબરૂ હાજર રહી ફાયર સેફટીનો ડેમો કરી આગને નિયંત્રણ કરી હતી. તમામ શાળાઓના શિક્ષકોને સ્થળ પર આગ નિયંત્રણ કરવાનો ડેમો કરાવી માર્ગદર્શન આપવામાં આવે છે. શહેરા તાલુકાના તમામ બાળકોને ઉત્તમ શિક્ષણ મળે તેની સાથે સાથે તેમની સલામતીની ચિંતા સમગ્ર શિક્ષા અભિયાન શહેરા દ્વારા સતત કરવામાં આવે છે. સ્વસ્થ, સલામત અને તંદુરસ્ત રહી બાળકો ઉત્તમ શિક્ષણ મેળવે એ જ અમારો દ્રઢ સંકલ્પ છે.શ્રીનાથજી ફાયર સેફટી એજન્સી દ્વારા કામગીરી રીફલીંગની કરવામા આવે છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં ભંગાણથી ખેડૂતો પરેશાન

aapnugujarat

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સભ્યપદેથી આર.જી. શાહને દૂર કરાયા

aapnugujarat

बापूनगर क्षेत्र में बाइक पार्क करने के मामले में रिक्शाचालक पर घातक हमला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1