Aapnu Gujarat
ગુજરાત

ડીસામાં પ્લાસ્ટિક મુક્ત ભારત – ઈકો ફ્રેન્ડલી. ગરબા શ્રી નવજીવન બી.એડ્‌. કોલેજ, ડીસા અને અર્બુદા વિદ્યાલયનાં સંયુક્ત ઉપક્રમે નવરાત્રિ મહોત્સવ યોજાયો

ડીસા ખાતે આવેલી અર્બુદા વિદ્યાલય કેમ્પસ ખાતે શ્રી નવજીવન બી.એડ્‌. કોલેજ, ડીસા અને અર્બુદા વિદ્યાલયનાં સંયુક્ત ઉપક્રમે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં પ્લાસ્ટીક મુક્ત ભારતના બેનરો સાથે વિદ્યાર્થીઓ ગરબે ઝુમ્યા હતા. ‘સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાવડાપ્રધાન મોદી ગાંધી જ્યંતિના દિવસે પ્લાસ્ટીક મુક્ત ભારત બને તે માટેનું આહવાન કર્યુ છે. ડીસામાં પ્લાસ્ટીક મુક્ત ભારત ઈકોફેન્ડલી ગરબાની સંગે નવરાત્રી મહોત્સવ ૨૦૧૯નું આયોજન અર્બુદા કેમ્પસ ખાતે શ્રી નવજીવન બી.એડ કોલેજ ડીસા અને અર્બુદા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ પોતાના હાથ પર “ ટેટુ ” દોરાવી પ્લાસ્ટીક મુક્ત ભારતનું સંદેશો આપ્યો હતો. તેમજ વિવિધ બેનરો સાથે ગરબા ઘુમી પ્લાસ્ટીક મુક્ત ભારત તરફ આગળ વધવા આહવાન કર્યુ હતુ. શ્રી નવજીવન બી.એડ્‌. કોલેજ, ડીસાના ૨૧૦ તાલીમાર્થીઓ અને અર્બુદા વિદ્યાલયનાં ૯૦૦ થી વધુ વિધાર્થીઓને રાસ- ગરબાની રમઝટ જમાવી હતી. આ બાબતે કોલેજનાં આચાર્ય ડૉ. ટીનાબેન સોનીએ જણાવ્યું કે, પ્લાસ્ટીક મુક્ત ભારતની થીમ ઉપર નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રી મહોત્સવમાં પ્રથમ, દ્રિતીય અને તૃતિય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને બાલાજી રેડીમેડ ડીસાનાં ભગવાનભાઈ ચૌધરી તરફથી ઈનામો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે અર્બુદા વિદ્યાલયના નિયામક જયંતી પટેલ, પ્રિન્સીપાલ વસંત રૂપપુરા, દિનેશ પટેલ, રમેશ પટેલ, રેખાબેન માળી તેમજ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિકનો તેમજ બી.એડ્‌. કોલેજમાંથી ટ્રસ્ટી બાબુભાઈ પટેલ, આચાર્ય ડૉ. ટીનાબેન સોની, પ્રો.પ્રફુલ પટેલ, પ્રો. નિરવ પરમાર, પ્રો. અમિત સોલંકી, પ્રો. જયેશ ઠક્કર, પ્રો. ઈમરાનખાન બલોચ, ગ્રંથપાલ મહેશ ચૌધરી તથા સ્ટાફ જોડાયો હતો.
(તસ્વીર અહેવાલ રઘુભાઈ નાઈ દિયોદર, બનાસકાંઠા)

Related posts

સાયરા ગામની દલિત પિડિત પરિવારની મુલાકાત લેતા બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ

aapnugujarat

૧૪૨ કરોડના ખર્ચે સોલા સિવિલને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કરાશે તબદીલ નીતિન પટેલની જાહેરાત

aapnugujarat

મોરવા હડફના MLA નિમીષાબેન સુથારને રાજ્યકક્ષાનું પ્રધાનપદ,સમર્થકોમાં ખુશી

editor

Leave a Comment

UA-96247877-1