Aapnu Gujarat
ગુજરાત

છોટાઉદેપુરના ચુડેલ ગામમાં અજગર દેખાતાં હડકંપ

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચુડેલ ગામમાં ૮ ફૂટ લાંબો અજગર દેખાતા ગ્રામજનોમાં હડકંપ મચી ગયો હતો. આ મહાકાય અજગરને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.ં જિલ્લામાં વરસાદી માહોલ બાદ પૂર્વ પટ્ટીમાં હવે ઠેર ઠેર સાપ, અજગર સહિતના જીવો દેખાઈ રહ્યાં છે જેના કારણે લોકોમાં ભય પ્રવર્તી રહ્યો છે. ચુડેલ ગામમાં ૮ ફૂટ લાંબો અને ૧૨ કિલો વજન ધરાવતો અજગર જોવા મળતા ગામના સરપંચ રણજીત રાઠવાએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વનરાજસિંહ સોલંકીને ઘટનાની જાણ કરતા તેઓ તાત્કાલિક વન વિભાગના કર્મચારી વનરક્ષક ઉમેશ રાઠવા તથા કાનુભાઈ રાઠવા અને બીજલભાઈએ મળી ચુડેલ ગામના ખેડૂત વીપીન હિંમતભાઈ તડવીના વાડામાંથી અજગરને રેસ્ક્યુ કરી જંગલમાં મુક્ત કરી દીધો હતો.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)

Related posts

ગાંધીનગર જિલ્લામાં તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનો આરંભ કલોલ ખાતે થયો

aapnugujarat

આઈપીએલ સટ્ટાકાંડમાં ઝડપાયેલા જેપી સિંહની ધરપકડ પૂર્વેની મંજૂરી કયાં સુધીમાં લાવશો : ગુજરાત હાઈકોર્ટનો સીબીઆઈને પ્રશ્ન

aapnugujarat

આજે રાજપીપલાની એમઆર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લીગલ એડ કલીનીક ખુલ્લી મુકાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1