Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગર જિલ્લામાં તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનો આરંભ કલોલ ખાતે થયો

સમગ્ર રાજ્યમાં આજથી તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં આજે કલોલ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કલોલ ના ધારાસભ્ય બળદેવજી ઠાકોર, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી મીનાબેન લલીતભાઈ યાદવ,કલોલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધુળાજી ઠાકોર અને કલોલ નગરપાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલ,ગાંધીનગર જિલ્લા કલેકટર ડોક્ટર કુલદીપ આર્ય, જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. મનુભાઈ સોલંકીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોએ આરોગ્ય મેળાના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલોલના ધારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોર સહિત અન્ય ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની ચકાસણી પણ કરાવી હતી.આ આરોગ્ય મેળામાં કુલ- ૮૦૩ લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં ૬૯૩ દર્દીએ જનરલ ઓ.પી.ડી સેવા, ૧૧૦ દર્દીએ તજજ્ઞ ર્ડાકટરની સેવાનો લાભ લીધો હતો. તેમજ ૪૦લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યું હતું. ૨૧૦ વ્યક્તિઓનો લેબોરેટરી સેવાનો લાભ લીધો હતો. કેમ્પના દિવસે ૨૮ જેટલા હેલ્થ આઇ.ડી. બનાવવામાં આવ્યા હતા. તાલુકા કક્ષાના આરોગ્ય મેળામાં આયુષ્યમાન પી.એમ.જે.એ.વાય. – એમ. એ. યોજનાના લાભાર્થીઓને કાર્ડનું વિતરણ તેમજ નવા કાર્ડ બનાવી આપવા અને રીન્યુ કરવાની કામગીરીના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ડાયાબિટીસની સ્થળ ઉપર લેબોરેટરી તપાસ, બિનચેપી રોગો અને રોગોની પ્રાથમિક તપાસ, કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓનો નિદર્શન, બીપી અને રક્તપિત્ત નિદાન સારવાર અને જાગૃતિનું કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત દર્દીઓને એક્સરે લેવા માટે ખાસ એકસરે વાન પણ તાલુકા મેળામાં ઉપસ્થિત રાખવામાં આવી હતી.કાર્યક્રમના આરંભ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ર્ડા. મુનભાઇ સોલંકીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધી કલોલ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ર્ડા. એ.જે.વૈષ્ણવએ કરી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે જિલ્લા કક્ષાના અધિકારી શ્રી ર્ડા. મુકેશ પટેલ અને કલોલ તાલુકાના આરોગ્ય સ્ટાફ અને કલોલ શહેર અને તાલુકાના નાગરિકોએ મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા.

Related posts

ગુજરાત બજેટ : ગૃહ નિર્માણ હેઠળ ૧૨૫૦૦ કરોડની જંગી જોગવાઈ થઈ

aapnugujarat

સુરત ગુરૂકુળમાં સ્વામી દ્વારા અડપલાથી સનસનાટી

aapnugujarat

આઇએમએ સાથે જોડાયેલા ડોકટરો આજે હડતાળ ઉપર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1