Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત બજેટ : ગૃહ નિર્માણ હેઠળ ૧૨૫૦૦ કરોડની જંગી જોગવાઈ થઈ

નાણાંમંત્રી દ્વારા તેના વિકાસના એજન્ડાને આગળ ધપાવવા રાજયના વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ માટે રૂ.૧૨,૫૦૦ની ખાસ જોગવાઇ કરાઇ છે જેમાં સ્વર્ણજયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ.૪૫૪૦ કરોડની જોગવાઇ કરાઇ છે. તો બીજીબાજુ, માર્ગ અને મકાનવિભાગના પ્રોજેકટ્‌સ માટે રૂ.૯૨૫૨ કરોડની સારી એવી જોગવાઇ કરવામાં આવી છે જેમાં રાજયના વિવિધ રસ્તાઓ અને પુલો માટે રૂ.૧૩૪૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજયના શહેરી વિકાસ અને ગૃહનિર્માણના કાર્યો અને પ્રોજેકટ માટે જે મહત્વની જોગવાઇઓ કરવામાં આવી છે, તેમાં આંતર માળખાગત સવલતો અને સુવિધાઓ માટે રૂ.૨૯૧૨ કરોડ ફાળવાયા છે તો પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજના સહિતના કામો માટે રૂ.૧૨૬૪ કરોડની રકમ ફાળવવામાં આવી છે. આ સિવાય અમદાવાદ શહેરના મેટ્રો ટ્રેન પ્રોજેકટ માટે રૂ.૫૯૨ કરોડની વધારાની જોગવાઇ કરવામાં આવી છે તો રાજયના છ મોટા શહેરોમાં સ્માર્ટ મીશન સીટીના આયોજન માટે પણ રૂ.૫૯૭ કરોડની જંગી ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય રાજયમાં શહેરી આવાસ યોજનાઓને આકાર આપવા રૂ.૧૧૮૯ કરોડ ફાળવાયા છે તો અમૃત યોજના માટે રૂ.૫૦૦ કરોડ અને સ્વચ્છ ભારત મીશન માટે રૂ.૨૫૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજયમાં માર્ગ અને મકાન વિભાગની કામગીરી અને વિવિધ પ્રોજેકટના ભાગરૂપે રૂ.૯૨૫૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે રૂ.૨૫૧૬ કરોડ ફાળવાયા છે તો, રાજયના વિવિધ રસ્તાઓ અને પુલોની યોજના માટે રૂ.૧૩૪૬ કરોડની જોગવાઇ કરાઇ છે. રાજયમાં આ વખતે પ્રગતિપથના માર્ગોને ચાર માર્ગી(ફોર લેન) બનાવવા માટે રૂ.૧૮૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તો, અમદાવાદ-રાજકોટ હાઇવેને સિક્સ લેન(છ માર્ગીય) બનાવવા માટે કુલ રૂ.૨૭૫૪ જેટલી જંગી રકમની જોગવાઇ કરવામાં આવી છે. આ સિવાય રાજયમાં મુખ્ય જિલ્લાના માર્ગોને પહોળા કરવા અને વિસ્તારવા માટે રૂ.૧૦૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જયારે વિશ્વ બેંક સહાયિત પ્રોજેક્ટ્‌સને સાકાર કરવા રૂ.૨૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.

Related posts

જીએસટી એટલે ગઇ સરકાર તુમ્હારી : ભુપિન્દરસિંહ હુડા

aapnugujarat

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત્‌

editor

ઇડરમાં ૭ દિવસનું સ્વયંભૂ લોકડાઉન જાહેર

editor

Leave a Comment

UA-96247877-1