Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત્‌

જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસથી થઇ રહેલી હિમવર્ષાને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. ત્યારે બે દિવસ રાહત આપ્યા બાદ રાજ્યમાં ઠંડી વધી રહી છે. ઉત્તરીય દિશા તરફની ઠંડીની અસરને કારણે ગુજરાતના વિવિધ શહેરોના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ઉપરાંત દિવસભર ઠંડા-સુકા પવન ફૂંકાઇ રહ્યાં છે. જેના કારણે દિવસે પણ કાતિલ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે આજે અમદાવાદનું તાપમાન ઘટી ૧૦ અંશ પર પહોંચી જતા વહેલી પરોઢે જોરદાર ઠંડી વર્તાઇ હતી. જ્યારે નલિયામાં તાપમાનનો પારો ગગડી ૬.૭ અંશ પર પહોંચી જતા નલિયાવાસી ઠુંઠવાયા હતા. બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં વર્તમાન ઠંડીનુ મોજુ યથાવત રહેશે અને રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો ૫ અંશ સુધી થઇ શકે છે. ડીસામાં ૮.૮ અંશ, રાજકોટમાં ૯.૦ અંશ, ગાંધીનગરમાં ૯.૭ અંશ, જુનાગઢ તેમજ અમરેલીમાં ૧૦.૦ અંશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
શિયાળાની ઋતુ અંતિમ મધ્ય તબક્કમાં બરાબર જામી રહી છે ત્યારે સમગ્ર ઉત્તર ભારતમાં પડી રહેલી અને અત્યંત કાતિલ-સૂકા ઠંડા પવનની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં હાડ થિજવી દેતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે.
શનિવારની સરખામણીમાં રવિવારે વિવિધ શહેરનું મહત્તમ- લઘુતમ તાપમાન એક થી લઇ ચાર અંશ જેટલો ઘટાડો થવાની સાથે સાથે સવારથી જ દિવસભર ઠંડા ફૂંકાયેલા પવને જનજીવન બાનમાં લીધું હોય તેવું જણાઇ રહ્યું હતું. રવિવારે રાજ્યના મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન ૧૦ અંશની અંદર રહેતા લોકોએ ઠંડીથી બચવા ઘરમાં જ પુરાઇ રહેવાનુ પસંદ કર્યુ હતુ. ઠંડીથી બચવા લોકોએ સવારથી જ ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લીધો હતો. આ ઉપરાંત વહેલી સવારથી ફૂંકાતા પવન અને ગાઢ ઘુમ્મસના કારણે વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડી હતી.

Related posts

જીતુ વાઘાણી, હાર્દિક, અલ્પેશ ઠાકોરનો સમાવેશ ન કરાયો

aapnugujarat

કોમર્શિયલ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીની સિસ્ટમ અપડેટ થશે

aapnugujarat

ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ માટે હાર્દિક પટેલે કરેલો પ્રચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1