Aapnu Gujarat
ગુજરાત

પતંગમાં ૨૫ અને દોરીના ભાવમાં ૨૦%નો વધારો

દિવાળી બાદ પ્રથમ જન – ઉત્સવ એટલે ઉત્તરાયણ, જેનુ કાઉન્ટડાઉન શરૂ થઇ ગયુ છે અને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પતંગ બજારમાં ભાવમાં ભડકો થયો છે. ગત વર્ષે ૧૦૦૦ પતંગનુ બંડલ હોલસેલ રૂ. ૨૦૦૦ – ૨૧૦૦ ના ભાવે મળતુ હતુ તેના રૂ. ૨૬૦૦-૨૮૦૦ થઇ ગયા છે. બીજી બાજુ કાચા દોરીના રીલમાં પણ સરેરાશ ૨૦ ટકા ભાવ વધ્યા છે. હાલમાં જ પતંગ દોરીના ભાવ વધેલા છે અને માંગ વધુ છે ત્યારે ઉત્તરાયણ નજીક આવતા ભાવમાં હજુ પણ વધારો થવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.પતંગ દોરીના મેટ્રો કાઇટ સેન્ટરના હોલસેલ વેપારી કાદરભાઇ એ જણાવ્યુ કે પતંગ દોરીના ભાવમાં દર વર્ષે વધારો થઇ રહ્યો છે. પતંગની દાંડી, કાગળ, મજૂરી બધામાં આ વર્ષે વધારો થયો છે. પતંગમાં સરેરાશ ૨૫ ટકા અને દોરીમાં સરેરાશ ૨૦ ટકા ભાવ વધ્યા છે. જેની રીટેલમાં વધુ અસર દેખાશે. ઉત્તરાયણની ઉજવણી પોતાના ઘેર જ થઇ શકે તેમ હોઇ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકોની રગ પારખતા વેપારીઓએ પણ પતંગ દોરીની ખરીદી કરવામાં ભારે રસ દાખવ્યો છે.પરંતુ મહામારી અને તહેવારોની ફીક્કી ઉજવણીને ધ્યાને રાખી હોલસેલરો એ પણ આ વખતે ઓછો સ્ટોક કર્યો છે. શાહ બ્રધર્સના કીર્તીભાઇએ જણાવ્યુ કે કોરોનાને કારણે આ વખતે ઓછો સ્ટોક છે બીજી બાજુ પતંગ અને દોરીના ભાવ પણ વધ્યા છે માલ ઓછો આવી રહ્યો હોવાથી ભાવ વધ્યા છે તેમણે ઉમેર્યું કે માંઝો ઘસવાની મજૂરીમાં વધારો નથી થયો.

Related posts

૯૮ લાખની ચોરીના કેસમાં ત્રીજા આરોપીનું ખુલેલું નામ

aapnugujarat

साणंद के गोधावी गांव में मां ने बच्ची की हत्या करके खुद भी आत्महत्या कर ली

aapnugujarat

ગોંડલીયા મરચાના ભાવમાં વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1