Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતીય રેલવેએ રચ્યો ઈતિહાસ

ભારતીય રેલવેએ એક નોંધપાત્ર સિધ્ધિ મેળવીને રેલવેની દુનિયામાં ફરી એક વખત ઈતિહાસ રચ્યો છે. રેલવે દ્વારા દુનિયાની સૌપ્રથમ હોસ્પિટલ ટ્રેન બનાવવામાં આવી છે.જેને લાઈફ લાઈન એક્સપ્રેસ નામ આપવામાં આવ્યુ છે.આ ટ્રેનમાં કોઈ આધુનિક હોસ્પિટલમાં હોય તેવી તમામ સુવિધાઓ રાખવામાં આવી છે.રેલવે મંત્રાલયે સોશિયલ મીડિયા પર આ ટ્રેનની તસવીરો શેર કરી હતી.
લાઈફલાઈન એક્સપ્રેસ ટ્રેન આસામના બદરપુર સ્ટેશન પર તૈનાત કરવામાં આવી છે.આ ટ્રેનમાં અત્યાધુનિક મેડિકલ ઈક્વિપમેન્ટ છે.ડોક્ટરોની ટીમ પણ તૈનાત છે.ટ્રેનમાં જ બે ઓપરેશન થિયેટર છે.જેમાં પાંચ ઓપરેટિંગ ટેબલ સાથે તમામ સુવિધાઓ રાખવામાં આવી છે. આ ટ્રેનમાં દર્દીઓની ફ્રીમાં સારવાર કરવાની વ્યવસ્થા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં પણ રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષા માટે કેટલીક વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં રેલવે સ્ટેશન પરના ઓટોમેટિક વેન્ડિંગ મશીનો સહિતની સુવિધાઓ સામેલ છે.

Related posts

પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ ગાઝી કાશ્મીરમાં છુપાયો છે

aapnugujarat

पाक ने किया संघर्षविराम का उल्लंघन

editor

આઈએનએક્સ કેસમાં રાહત માટે કાર્તિ દ્વારા કોર્ટમાં અરજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1