Aapnu Gujarat
ગુજરાત

ઇડરમાં ૭ દિવસનું સ્વયંભૂ લોકડાઉન જાહેર

કોરોનાથી બચવા માટે હવે લોકો જાતે જ તૈયાર થઈ રહ્યાં છે. કોરોના સામે લડવા માટે હવે લોકોએ સ્વંયભૂ લોકડાઉનનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં નાના શહેરો અને નાના ગામડાના લોકો સ્વંભૂ લોકડાઉન તરફ વળ્યાં છે. ત્યારે સાબરકાંઠા ઇડરનું બજાર સાત દિવસ સ્વયંભુ બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા ઈડરનું બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ઈડરના તમામ એસોસિએશન દ્વારા બેઠક યોજાઈ હતી. જમાં કાપડ, વાસણ, કાપડ મહાજન, સોની, નોવેલ્ટી, ઓટો પાટ્‌ર્સ, સીડ્‌સ અને બુટ-ચંપલ એસોસીએશનની સ્વૈચ્છિક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં વેપારીઓએ સોમવારથી શનિવાર સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર ઈડર નગરમાં રીક્ષામાં માઈક સાથે બજાર બંધની જાહેરાત કરાઈ હતી. સાબરકાંઠા જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે એને અટકાવવા માટે લોકો સ્વયભું લોકડાઉન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં ૯૦૦ થી વધુ કોરોના પોઝેટીવ કેસ નોધાઇ ચુક્યા છે.
ત્યારે જીલ્લામાં પ્રથમ ખેડબ્રહ્મા , વડાલી , વિજયનગર શેહર એક સપ્તાહ સુધી સ્વયભું બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો બાદ માં ગ્રામ્ય પંથક માં પણ કોરોના સંક્રમણ વધવાને લઇ ગ્રામજનોએ જાગૃતતા દર્શાવી ગામને સાત દિવસ માટે સવ્ય્ભું બંધ રાખ્યું છે,હિંમતનગર તાલુકાનું હાથરોલ ગામમાં કોરોના સંક્રમણ વધવાને લઇ ગામના આગેવાનો સરપંચ અને પંચાયત ના સભ્યોએ ભેગા મળી કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે ગામ માં સાત દિવસ નો સ્વયભું બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો જેમાં તમામ ગ્રામજનો એ સહમતી દર્શાવતા ગામએ સાત દિવસ માટે બન્ધ પાળ્યો છે.

Related posts

આરટીઓની વધુ એક લાલિયાવાડી : યુવતીને વીધાઉટ ગીયર લર્નિંગ બદલે વીથ ગીયરનું લાયસન્સ

aapnugujarat

રાહુલ ગાંધીને આરતી કેવી રીતે કરવી તે આવડતું નથી : જીતુ વાઘાણી

aapnugujarat

ગૃહમંત્રી રાજનાથસિંહને વડોદરા વિમાની મથકે કલેકટર અને પોલીસ કમિશનરશ્રીએ આવકાર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1