Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારત અફઘાનિસ્તાનની માલિકીવાળી શાંતિ પ્રક્રિયાને લઇ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ : જયશંકર

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન અને ચીનના બેફામ કાવતરાઓ વચ્ચે ભારતે પણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ દેશમાં પોતાના હિતોના રક્ષણ માટે પ્રયાસો ઝડપી કર્યા છે. શુક્રવારે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ માર્શલ અબ્દુલ રશીદ દોસ્તમ સાથે વાતચીત કરી હતી. બિન પશ્તૂન નેતા અને તાલિબાન સામે લોહા લેનાર દોસ્તમ સાથે ભારતે અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા લાવવાની ઐતિહાસિક પહેલ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. અફઘાનિસ્તાનના પ્રભાવશાળી ઉઝ્‌બેક નેતા દોસ્તમની ભારત યાત્રા એવા સમયે થઇ છે જ્યારે તાજેતરમાં પહેલીવાર તાલિબાન અને અફઘાનિસ્તાન વચ્ચે ૧૯ વર્ષ જૂના યુદ્ધને સમાપ્ત કરવા માટે સીધી વાતચીત થઈ છે. વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષમાં અફઘાનિસ્તાનના જુદા જુદા પ્રદેશોમાં હજારો લોકોના મોત થયા છે.
આ મહત્વપૂર્ણ બેઠક બાદ જયશંકરે ટિ્‌વટ કર્યું, ભારત અફઘાનના નીત, અફઘાનિસ્તાન સંચાલિત અને અફઘાનિસ્તાનની માલિકીવાળી શાંતિ પ્રક્રિયાને લઇ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ભારતીય વિદેશ મંત્રી કહ્યું કે માર્શલ અબ્દુલ રશીદ દોસ્તમને મળીને મને આનંદ થયો. અફઘાનિસ્તાન અને આ ક્ષેત્ર સાથે સંબંધિત વિકાસ અંગેના મંતવ્યોની આપ લે કરી. તેમનો બહોળો અનુભવ અને ઉંડા વિચાર પ્રકટ થયા. બીજી તરફ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે દોસ્તમે વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રૃંગલા સાથે પણ મુલાકાત કરી, જેમાં અફઘાનિસ્તાનના સમાજના તમામ વર્ગના બંધારણીય અધિકાર અને વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઇ. શ્રીવાસ્તવે ટિ્‌વટ કર્યું હતું કે
વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રૃંગલા એ માર્શલ અબ્દુલ રશીદ દોસ્તમ સાથે મુલાકાત કરી અને અફઘાન શાંતિ મંત્રણા અને ઉભરતી પરિસ્થિતિ અંગે તેમના મંતવ્યો પણ જાણયા. અફઘાનિસ્તાનના સમાજના તમામ વર્ગના બંધારણીય અધિકાર અને લ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ભારતે અફઘાનિસ્તાન પ્રત્યેની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા માટે ભારત એક મહત્વપૂર્ણ પક્ષકાર છે. ભારતે અફઘાનિસ્તાનમાં સહાય અને પુનર્નિર્માણના કામમાં ૨ અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. ભારતીય પ્રતિનિધિમંડળે ૧૨ સપ્ટેમ્બરના રોજ દોહામાં આંતર-અફઘાન સંવાદના ઉદઘાટન સમારોહમાં ભાગ લીધો હતો અને જયશંકરે વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમાં હાજરી આપી હતી. ફેબ્રુઆરીમાં યુએસ અને તાલિબાન વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા પછી ભારત ઉભરતી રાજકીય પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

Related posts

हरियाणा पुलिस ने ३ संदिग्ध जासूसों को गिरफ्तार किया

aapnugujarat

70 साल में सबसे खराब दौर में भारतीय अर्थव्यवस्था : नीति आयोग

aapnugujarat

1 Terrorists killed in gunfight with Security forces at Baramulla

aapnugujarat

Leave a Comment

UA-96247877-1