Aapnu Gujarat
ગુજરાત

આઇએમએ સાથે જોડાયેલા ડોકટરો આજે હડતાળ ઉપર

મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા(એમસીઆઇ)ને વિખેરી તેના બદલે નેશનલ મેડિકલ કાઉન્સીલ બીલને પસાર કરવા કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલી તજવીજના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસીએશને તેની સાથે સંકળાયેલા દેશભરના લાખો ડોકટરોની આવતીકાલે પ્રતીકાત્મક હડતાળનું એલાન આપી બ્લેક ડે મનાવવાનું જાહેર કર્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસીએશન સાથે જોડાયેલા ગુજરાતના ૨૫ હજારથી વધુ ડોકટરો પણ આવતીકાલે પ્રતીકાત્મક એનએમસી બીલના વિરોધમાં રાજયભરમાં સવારે ૬-૦૦ વાગ્યાથી સાંજે ૬-૦૦ વાગ્યા સુધી કામગીરીથી અળગા રહી હડતાળ પાડશે અને બ્લેક ડે મનાવી બીલ પરત્વે પોતાનો ઉગ્ર વિરોધ વ્યકત કરશે. આવતીકાલની હડતાળમાં રાજયની ૨૩ મેડિકલ કોલેજોના ૧૨ હજારથી વધુ મેડિકલ સ્ટુડન્ટ્‌સ પણ જોડાશે એમ અત્રે ઇન્ડિયન મેડિકલ એસોસીએશન, ગુજરાત બ્રાંચના પ્રમુખ ભુપેન્દ્ર શાહ અને પૂર્વ પ્રમુખ યોગેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આવતીકાલની ડોકટરોની અમારી હડતાળના કારણે દર્દીઓ અને તેના સગાવ્હાલાઓને અસર ના થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેથી ઇમરજન્સી સેવાઓ અને ક્રિટિકલ કેર સર્વિસીસ ચાલુ રાખવામાં આવી છે. ઇન્ડિયન મેડિકલ એસોસીએશન, ગુજરાત બ્રાંચના પ્રમુખ ભુપેન્દ્ર શાહ અને પૂર્વ પ્રમુખ યોગેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ઇન્ડિયન મેડિકલ એસોસીએશન દ્વારા અપાયેલા એલાનને પગલે આવતીકાલે ગુજરાત સહિત દેશભરના ડોકટરો પ્રતીકાત્મક હડતાળ પાડી બ્લેક ડે મનાવશે.
કેન્દ્ર સરકાર દ્વારા જે એનએમસી બીલ લાવવાની તજવીજ થઇ રહી છે તે દર્દીઓ અને તબીબી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના હિત વિરોધી અને ભ્રષ્ટાચારને ઉત્તેજન આપનારું છે. આ બીલ સરકારની આપખુદશાહી અને સરમુખત્યારશાહીનું પ્રમાણ છે. દેશભરના ડોકટરો આ બીલના વિરોધમાં છે. આગામી દિવસોમાં ઇન્ડિયન મેડિકલ એસોસીએશનની સૂચના પ્રમાણે આંદોલનાત્મક રણનીતિ તૈયાર કરવામાં આવશે એમ સેક્રેટરી ડો.કમલેશ સૈની અને ઉપપ્રમુખ તુષાર પટેલે ઉમેર્યું હતું.

Related posts

अहमदाबादः सप्ताह में जलजनित बिमारियों के ५३० केस दर्ज

aapnugujarat

જિજ્ઞેશ મેવાણી થયા કોરોના સંક્રમિત

editor

કપરાડા ખાતે જિલ્લા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ સંપન્ન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1