Aapnu Gujarat
ગુજરાત

કપરાડા ખાતે જિલ્લા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ સંપન્ન

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સંયુક્‍ત ઉપક્રમે ‘રાષ્‍ટ્ર નિર્માણ માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને ગણિત’ વિષય ઉપર જિલ્લા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન અરુણોદય સાર્વજનિક વિદ્યાલય, કપરાડા ખાતે યોજાયું હતું. આ પ્રદર્શનના વિવિધ પાંચ વિભાગોના વિજેતાઓને પ્રમાણપત્રો આપી પ્રોત્‍સાહિત કરાયા હતા. આ પ્રદર્શનમાં ‘સ્‍વાસ્‍થ્‍ય અને સુખાકારી’ વિભાગમાં કેડીબી હાઇસ્‍કૂલ સરીગામ, ‘સંશાધન વ્‍યવસ્‍થાપન અને અન્ન સુરક્ષા’ વિભાગમાં અશ્વમેઘ વિદ્યાલય- સોંઢલવાડા, ‘કચરાનું વ્‍યવસ્‍થાપન અને જળસ્રોતની જાળવણી’ વિભાગમાં સેન્‍ટ જોસેફ ઇ.ટી. હાઇસ્‍કૂલ-વલસાડ, ‘પરિવહન અને પ્રત્‍યાયન’ વિભાગમાં એમ.એમ.હાઇસ્‍કૂલ-ઉમરગામ તેમજ ‘ડીજીટલ અને તકનીકી ઉકેલ/ ગાણિતિક નમૂના’ વિભાગમાં ઉપાસના લાયન્‍સ ઇંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલ-વાપીની કૃતિઓ વિજેતા જાહેર કરવામાં આવી હતી.

Related posts

ભૂજમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગનો આતંક

aapnugujarat

પક્ષથી નારાજ ચાલી રહેલા પૂર્વ સાંસદે કોળી સમાજ માટે 22 ટિકિટોની માંગણી કરી

aapnugujarat

लव मैरिज करने वाले युवक की पुलिस के सामने हत्या

aapnugujarat

Leave a Comment

UA-96247877-1