Aapnu Gujarat
રાષ્ટ્રીય

ધોરણ ૧૦ પાસ કરનારી દરેક યુવતીને રોકડ ઇનામની જાહેરાત કરતી યુપી સરકાર

યુવતીઓને વધુ શિક્ષિત બનાવવાના હેતુસર ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે આજે વિશેષ જાહેરાત કરી હતી. યોગી આદિત્યનાથ સરકારે જાહેરાત કરી છે કે, ઉત્તર પ્રદેશમાં ધોરણ ૧૦ની પરીક્ષા પાસ કરનાર દરેક વિદ્યાર્થીનીને ૧૦૦૦૦ રૂપિયાની રોકડ ઇનામ આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા દ્વારા આજે આ મુજબની જાહેરાત કરવામાં આવી હતી. સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડ માટેની ધોરણ ૧૦ની પરીક્ષાના પરિણામ જાહેર થઇ ચુક્યા છે. જો કે, ઉત્તર પ્રદેશ બોર્ડના ધોરણ ૧૦ના પરિણામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. અધિકારીઓનું કહેવું છે કે, આ સ્કીમ પ્રવર્તમાન કેન્દ્રીય વિદ્યાધન યોજનાની જેમ જ રહેશે. લઘુમતિઓને મદદ કરવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ યોગી આદિત્યનાથ સરકારે મુસ્લિમોને પણ પોતાની તરફેણમાં કરવા ગરીબ મુસ્લિમ પરિવારોને તેમની પુત્રીના લગ્ન પ્રસંગ આયોજિત કરવામાં મદદ કરવાની જાહેરાત કરી હતી. લઘુમતિ બાબતોના રાજ્યમંત્રી મોહસીન રાઝાએ કહ્યું છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લઘુમતિ સમુદાય સાથે જોડાયેલી ગરીબ યુવતીઓના સામૂહિક લગ્નને મંજુરી આપી દીધી છે. રાજ્ય સરકારના ૧૦૦ દિવસના કાર્યક્રમમાં આનોસમાવેશ કરાયો છે. રસપ્રદ બાબત એ છે કે, ઉત્તર પ્રદેશ સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે યોગી આદિત્યનાથ ૪૫માં વર્ષમાં પ્રવેશકરી રહ્યા છે. ૧૦૦૦૦૦ યુવતીઓને ઇનામ આપવાના નિર્ણયની આજે જાહેરાત કરવામાં આવી હતી.

Related posts

આતંકવાદીઓ કાશ્મીરમાં સોફટ ટાર્ગેટ શોધવામાં વ્યસ્ત 

aapnugujarat

પહેલી વખત લોકસભા ચૂંટણીમા લાલુની પાર્ટી ખાતું જ ન ખોલાવી શકી

aapnugujarat

પાન કાર્ડ-આધારને લિંક કરવાની મુદત વધારાઈ, હવે 30 જૂન સુધીનો સમય મળ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1